ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા તાલુકા પંચાયતના સભાખંડમાં અધિકારી કર્મચારીઓની મિટીંગ યોજાઈ

ફતેપુરા પ્રતિનિધ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા ના ધારાસભ્યશ્રીએ અધિકારી કર્મચારી ની મીટીંગ યોજી

ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં ફતેપુરા ના ધારાસભ્ય રમેશભાઈ કટારા અધિકારી અને કર્મચારી ગણ ની મિટિંગ હતી ફતેપુરા 129 વિધાનસભાના નવનીત ચૂંટાયેલા સતત ત્રણ ટર્મ થી ચૂંટાઈ ને આવતા એવા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા ધારાસભ્ય તરીકે ચૂંટણી આવ્યા બાદ પ્રથમ મીટીંગ ફતેપુરા તાલુકા પંચાયતના સભાખંડમાં અધિકારી શ્રી અને તાલુકા પંચાયતના કર્મચારી ગણ ની મીટીંગ લીધેલ હતી જેમાં ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી શ્રી વસાવા નાયબ તાલુકા વિકાસ અધિકારી શ્રી તેમજ વિસ્તરણ અધિકારી શ્રી બારીયા તથા સમગ્ર તાલુકા પંચાયતનો સ્ટાફગણ હાજર રહેલો હતો ચૂંટાઈને આવેલા ધારાસભ્યશ્રી રમેશભાઈ કટારા નું તાલુકા વિકાસ અધિકારીશ્રી વસાવા તેમજ કર્મચારી ગણ દ્વારા ફૂલહાર કરી સન્માન કરવામાં આવ્યું હતું. તાલુકા પંચાયત સભાખંડમાં તાલુકા પંચાયતના કર્મચારીઓને લીધેલ મિટિંગમાં ધારાસભ્યશ્રી દ્વારા તાલુકા પંચાયતમાં કામકાજ અર્થે આવતા લાભાર્થીઓને અરજદારોને કાયદેખી રીતે અને સરકારશ્રીને નીતિ નિયમ મુજબ તથા કામો કરી આપવા અને ખોટા ધક્કા નહિ ખવડાવવા તેમજ કોઈપણ જાતની શરમ રાખ્યા વગર રાજકીય રીતે દબાણમાં આવ્યા વગર કામો કરી આપવા માટેની સૂચનાઓ આપેલ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: