દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે રૂ.૬૧ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે છકડાના ચાલકની અટક કરી
દાહોદ તા.૦૬
દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે એક છકડામાંથી પોલીસે કુલ રૂ.૬૧,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે ચાલકની અટક કર્યાનું જાણવા મળે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાનામાં ધોળાકુવા પાલનપુર ફળિયામાં રહેતા શૈલેષભાઈ ચંદુભાઈ માવી પોતાની કબજાનો છકડો લઈ ગત તા.૦૫.૧૧.૨૦૧૯ના રોજ દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે ભથવાડા ટોલનાકા પાસે નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં પોલીસે શૈલેષભાઈને છકડા સાથે ઉભો રાખ્યો હતો અને તેની પુછપરછ કરતાં સંતોષકારક જવાબ ન મળતાં પોલીસે તેના છકડાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની બોટલો નંગ.૨૩૬ જેની કુલ કિંમત રૂ.૬૧,૬૦૦ ના પ્રોહી જથ્થા સાથે શૈલેષભાઈ ચંદુભાઈ માવીની અટક કરી દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.