કસ્તુરબા આશ્રમશાળા ઝાલોદ ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાયો
સિંધુ ઉદય
દાહોદ, તા. ૧૬ : જિલ્લા રોજગાર કચેરી, દાહોદે કસ્તુરબા આશ્રમશાળા ઝાલોદ ખાતે ગત તા. ૧૫ના રોજ કારકિર્દી તેમજ રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અંગે માહિતી માર્ગદર્શન સેમીનાર યોજયો હતો. જેમાં જિલ્લાની કાર્યરત કેરિયર કોર્નરની આશ્રમશાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
રોજગાર કચેરીના સુશ્રી હિરલબેન સેલોતે ધોરણ ૧૦-૧૨ પછીના જુદા જુદા કોર્ષ અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ રોજગાર કચેરીની સેવાઓ જેવી કે રોજગાર નામનોંધણી, ભરતી મેળા, નિવાસી તાલીમ, વગેરે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. આશ્રમશાળાના સંચાલક શ્રી કે.જી. પટેલ કેરિયર કોર્નર ટીચર શ્રી વિલાસબેન પટેલ અન્ય સ્ટાફ સાથે વિદ્યાર્થીઓ માટે સેમીનાર કેટલો ઉપયોગી છે અને વ્યક્તિત્વ ઘડતર અનુસાશન વગેરે અંગેની જાણકારી આપી હતી.
જિલ્લા રોજગાર કચેરીનો અન્ય કારકિર્દીલક્ષી માર્ગદર્શન મેળવવા કાઉસેલીંગ માટે રૂબરૂ સંપર્ક કરી તેમજ કેરિયર કોલ સેન્ટરનો નં. ૬૩-૫૭-૩૯૦-૩૯૦ ડાયલ કરીને સચોટ અને અદ્યતન માહિતી માર્ગદર્શન મેળવી શકાશે તેમ દાહોદનાં રોજગાર અધિકારી શ્રી એ.એલ. ચૌહાણે જણાવ્યું છે.