દાહોદમાં વાહનો માટે પસંદગીના નંબરની ફાળવણી માટે હરાજી યોજાશે.
સિંધુ ઉદય
દાહોદ, તા. ૧૬ : દાહોદની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ટુ વ્હીલર તેમજ ફોર વ્હીલર વાહનો માટે પસંદગીના નંબરની ફાળવણી માટે ઓનલાઇન હરાજી (ઓક્સન) યોજાશે.
ટુ વ્હીલર મોટર સાયકલ- બે ચક્રીય વાહનો માટેની ગોલ્ડન સીલ્વર નંબરોની જુની સીરીઝ GJ20BC, GJ20BB, GJ20BA, GJ20AS, GJ20AR, GJ20AP માટે રીઓક્સન યોજાશે. ફોર વ્હીલર – મોટર વ્હીલર માટે જુની સીરીઝ GJ20AQ નું રીઓક્સન યોજાશે. જેની ઓનલાઇન હરાજીનો મહત્તમ લાભ લેવા જણાવાયું છે.
ઉક્ત નંબરોમાંથી જે નંબર ઓનલાઇન ઉપલબ્ધ હશે તે મેળવી શકાશે. નંબર તથા ભરવાપાત્ર ફીની માહિતી http://parivahan.gov.in સાઇટ પરથી મળી રહેશે. ઇચ્છુક વાહનમાલિકો સીએનએ ફોર્મ ભરીને ભાગ લઇ શકશે. ઓનલાઇન અરજી કરવાની તા. ૨૨-૧૨-૨૦૨૨ સાંજે ૪.૦૦ વાગેથી ૨૪-૧૨-૨૦૨૨ સાંજે ૩.૫૯ રહેશે. ઇઓકશન તા. ૨૪ ડિસેમ્બરે સાંજે ૪ વાગ્યે શરૂ થશે અને તા. ૨૬ ડિસેમ્બર સાંજે ૪ વાગે સમાપ્ત થશે.


