ફતેપુરા તાલુકાના વાંગડ ગામે પટેલ ફળિયામાં થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતાં વૃધ્ધ દંપત્તી નું સારવાર દરમ્યાન મોત નિપજતાં ત્રણ ઈસમો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાયો.

નીલ ડોડીયાર

વાંગડ ગામના પટેલ ફળિયામાં રહેતા ૫૭ વર્ષીય ભરતભાઈ વેચાતભાઈ પારગી પરમ દિવસ તા. ૧૪-૧૨-૨૦૨૨ના રોજ રાતના સાડા સાત વાગ્યાના સુમારે પોતાના ઘરની બાજુના ઢાળીયામાં તાપણું કરતા હતા તે દરમ્યાન તેના ફળિયાના તેના કુટુંબના માનસીંગભાઈ સળુભાઈ, અશ્વનભાઈ ઉર્ફે ગવલો માનસીંગભાઈ તથા પ્રવીણભાઈ ઉર્ફે પનીયો માનસીંગભાઈ એમ ત્રણે જણા હાથમાં લાકડીઓ લઈ આવી તું કેમ લક્ષ્મણભાઈ રત્નાભાઈ પારગીનો જામીન રહેલ છે. તેમ કહી ત્રણે જણા એકદમ ઉશ્કેરાયા હતા અને બેફામ ગાળો બોલી ભરતભાઈ વેચાતભાઈ પારગીને માનસીંગભાઈ પારગીએ તથા અશ્વનભાઈ ઉર્ફે ગવલો પારગીએ વાંસની લાકડીઓથી બરડાના ભાગે તેમજ શરીરે અન્ય જગ્યાએ મારમારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી જ્યારે પ્રવીણભાઈ ઉર્ફે પનીયા પારગીએ ઢાળીયામાં ઢળી પડેલા ભરતભાઈ પારગીને પગના ભાગે લાકડીઓ મારી ઈજાઓ પહોંચાડી તેમજ પોતાના પતિ ભરતભાઈ પારગીને છોડાવવા વચ્ચે પડેલ લલીતાબેનને અશ્વનભાઈ ઉર્ફે ગવલાએ જમણા હાથના કાંડાના ભાગે તથા જમણા પગે નળાના ભાગે લાકડીઓ મારી ઈજાઓ પહોંચાડતા બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ફતેપુરા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન ભરતભાઈ વેચાતભાઈ પારગીનું મોત નિપજ્યું હતું.
આ સંબંધે વાંગડ ગામના મરણ જનાર ૫૭ વર્ષીય ભરતભાઈ વેચાતભાઈ પારગીની પત્ની ૫૫ વર્ષીય લલીતાબેન ભરતભાઈ પારગીએ નોંધાવેલ ફરિયાદને આધારે ફતેપુરા પોલિસે વાંગડ ગામના પટેલ ફળિયાના માનસીંગભાઈ સળુભાઈ પાગરી તથા તેમના બે દિકરા અશ્વીનભાઈ ઉર્ફે ગવલો માનસીંગભાઈ પારગી તથા પ્રવીણભાઈ ઉર્ફે પનીયો માનસીંગભાઈ ભાઈ પારગી વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૨, ૩૨૩, ૫૦૪, ૧૧૪ મુજબ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: