દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના જસુણી ગામે ૧૮ જેટલા ઈસમોએ સ્કુલની ઓફિસમાં પ્રવેશ કરી તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું
ગગન સોની
દાહોદ તા.૧૬
સંજેલી ગામે ઝાલોદ રોડ પર આવેલ સંસ્કાર વિદ્યાલય શાળામાં ગતરોજ ચાલુ શાળાએ સંજેલીના જસુણી ગામના ૧૮ જેટલા ઈસમોના ટોળાએ સ્કુલની ઓફીસમાં ગેરકાયદેસર ઘુસી જઈ શાળાના સંચાલકને સાથે બોલાચાલી કરી ગાળો બોલી મારમારી ઓફીસમાં મૂકી રાખેલ ઈલેક્ટ્રોનીક્સ ઉપકરણોની તોડી નાંખી નુકશાન પહોંચડી સંચાલકને જાનથી મારી નાંખવાની ધમકી આપી ધિંગાણું મચાવ્યાનું જાણવા મળ્યું છે.
જસુણી ગામમના મહેન્દ્રભાઈ વેલજીભાઈ પલાસ, મહેદીપભાઈ મહેન્દ્રભાઈ પલાસ, જીતપુરા ગામના વરસીંગભાઈ જાલાભાઈ કટારા તથા બીજા આશરા પંદર જેટલા ઈસમોનું ટોળુ ગતરોજ બપોરના સાડા બાર વાગ્યાના સુમારે સંજેલી ગામે ઝાલોદ રોડ પર આવેલ સંસ્કાર વિદ્યાલય સ્કુલની ઓફીસમાં ગેરકાયદેસર ઘુસી આવ્યા હતા અને ઓફીસમાં બેઠેલ શાળાના સંચાલક રતનસીંહ મોતીભાઈ બારીયાને ગાળો આપી તું ક્યાં ગામનો છે ? તારે જસુણી ગામ સાથે શુ લેવા દેવા તેંમ કહી ગડદાપાટુનો મારમારી શાળાના સંચાલક રતનસિંહ બારીયાની ઓફીસમાં મૂકી રાખેલ કોમ્પ્યુટર, પ્રિન્ટર વગેરેની તોડી નાંખી રૂા. ૨૭૦૦૦નું નુકશાન પહોંચાડી તથા શાળાના શિક્ષક હાર્દિકભાઈને ગડદાપાટુનો મારમારી ઈજા પહોંચાડી તથા જાનથી મારી નાંખવાની ધાકધમકીઓ આપી શાળામાં ધિંગાણું મચાવ્યું હતું.
આ સંબંધે સંજેલીની સંસ્કાર વિદ્યાલય શાળાના સંચાલક રતનસિંહ મોતીભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે સંજેલી પોલિસે જસુણી ગામના મહેન્દ્રભાઈ વેલજીભાઈ પસાલ, મહેદીપભાઈ મહેન્દ્રભાઈ પલાસ, જીતપુરા ગામના વરસીંગભાઈ જાલાભાઈ કટારા તથા બીજા ૧૫ જેટલા ઈસમો વિરૂધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


