લીમડી માસ્ટર ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા બાળકોને મદદરૂપ ચીજ વસ્તુઓની મદદ માટે અપીલ કરાઈ.

પંકજ પંડિત ઝાલોદ

બાળકોના વિકાસ માટે તેમના જીવનમાં કામ લાગે તેવી ચીજ વસ્તુઓ માટે વાલીઓને સહાય થવા કહ્યું

લીટલ માસ્ટર ઇંગલિશ મીડીયમ સ્કુલ લીમડી તરફથી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે તમારા ઘરમાં બિનજરૂરી વસ્તુઓ જેવી કે રમકડા, રેશમના કપડા, સુતરાઉ કપડાં, શૈક્ષણિક સાહિત્ય સાધનો વગેરે સંસ્થા પર આપી જવા જેના ફળ સ્વરૂપે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા રમકડા, શૈક્ષણિક સાહિત્યના સાધનો, કપડાં, વગેરે વસ્તુઓ સંસ્થામાં આપી હતી સંસ્થાના કર્મચારીઓએ જરૂરિયાતમંદ બાળકોને એકત્રિત થયેલી વસ્તુઓ આપી અને બાળકોને શિક્ષણ પ્રત્યે રુચિ ઉત્પન્ન થાય તેમજ બાળકોના વાલીઓને અહસાસ થાય કે અભ્યાસનું મહત્વ તથા તેમના બાળકોને શિક્ષિત કરવામાં મદદરૂપ થઈએ તથા એક યોગ્ય જીવન જીવવા માટે પ્રેરિત કરીએ તેવું શુભ કાર્ય કરવામાં આવેલ છે આ તો શરૂઆત છે જેના લીધે મર્યાદિત સંખ્યામાં બાળકોને અભ્યાસ પ્રત્યે રૂચી પેદા થાય તેવા સત કાર્ય ની શરૂઆત લીમડી લીટર માસ્ટર સ્કૂલ ઈંગ્લીશ માધ્યમ દ્વારા શરૂઆત કરવામાં આવી છે જે પ્રશંસાને પાત્ર છે તથાા એલ.એમ.એસ. (ઈંગ્લીશ માધ્યમ )ના પ્રિન્સિપલ દ્વારા અપીલ કરવામાં આવી જે કોઈપણ વ્યક્તિઓ પોતાના ઘરમાં બાળકોને વિદ્યા અભ્યાસમાં મદદરૂપ થાય ઉપયોગી થાય તેવી વસ્તુઓ કારટ રોડ ,સ્થિત લીમડી એલએમએસ સ્કૂલ ખાતે જઈને આપી શકે છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!