પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સાથે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરે મુલાકાત કરી કોરોનાકાળમાં બંધ પડેલ ટ્રેનોને પુનઃ શરૂં કરવા રજુઆત કરવામાં આવી
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૭
દાહોદ શહેરમાં આવેલ રેલ્વે કારખાનાની મુલાકાતે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર સહિત તેમની ટીમ કારખાનાની મુલાકાતે પહોંચ્યાં હતાં જ્યાં દાહોદના સાંસદ દ્વારા જનરલ મેનેજરની મુલાકાત કરી કોરોનાકાળ બાદ બંધ પડેલ ટ્રેનોને પુનઃ શરૂં કરવા રજુઆત કરી હતી.
ગતરોજ દાહોદમાં આવેલ રેલ્વે કારખાનાની મુલાકાતે પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રા રેલ્વે કારખાના સહિત રેલ્વે વિભાગની મુલાકાતે પહોંચ્યાં હતાં. આ મુલાકાતમાં રેલ્વે કારખાનાની જનરલ મેનેજર દ્વારા ઝીણવટ પુર્વક મુલાકાત કરી કામકાજથી માહિતી લીધી હતી ત્યારે બીજી તરફ દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેથી પસાર થતી ઘણી ટ્રેનો કોરોનાકાળ બાદ બંધ રહેતાં દાહોદ જિલ્લાના લોકોની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ લોકો માટે બંધ પડેલ ટ્રેનો જીવાદોરી સમાન ગણવામાં આવે છે આ માટે દાહોદના સાસંદ જસવંતસિંહ ભાભોર દ્વારા જનરલ મેનેજરની મુલાકાતે પહોંચ્યાં હતાં અને તેઓએ લેખિતમાં રજુઆત કરી હતી કે, વલસાડ – દાહોદ ઈન્ટરસીટી જે ગાડી કોરોનાકાળથી બંધ પડેલ છે. આ ગાડી વલસાડથી વડોદરા સુધી ચાલે છે પરંતુ દાહોદમાં તેનું પ્રસ્થાન હાલ સુધી કરવામાં આવ્યું નથી માટે પુનઃ વલસાડથી દાહોદ સુધી શરૂં કરવામાં આવે, આ ટ્રેનની પ્રતિદિન ૧૦૦૦૦૦ ટીકીટનું વેચાણ થતું હતું તેવીજ રીતે ફિરોજપુર – મુંબઈ જનતા એક્સપ્રેસ ગાડીને, દાહોદ – વડોદરા મેમુ ટ્રેનને પણ પુનઃ શરૂં કરવામાં આવે ત્યારે આ ગાડીઓનું પણ પ્રતિદિન ૩૫૦૦૦ જેટલી ટીકીટનું વેચાણ થતું હતું. દાહોદ – આણંદ ગાડીને પણ પુનઃ શરૂં કરવામાં આવે, આ ટ્રેનને ડાઉન દિશામાં પુનઃ શરૂં કરવામાં આવે, આ ટ્રેન બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં બોરડી રેલ્વે સ્ટેશનથી દાહોદ – ભોપાલ એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે, દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે સુરક્ષિત પાર્કિગનુી સુવિધા ન હોવાથી મુસાફરોને પોતાના વાહનોની ચોરી થવાનો પણ ભય રહેતો હોવાથી તેમજ પાર્કિંગની લાયસન્સ ફી ખુબજ વધુ હોવાને કારણે ઠેકેદારો સંચાલન માટે લેવા ઈચ્છતા ન હોવાનું પણ જણાવ્યું હતું. અપ સાઈડમાં રતલામથી દાહોદ સુધી ૧૦.૪૫ થી રાત્રીના ૦૮.૫૫ એટલે કે, ૧૦ કલાક સુધી કોઈ યાત્રીઓને ગાડી ઉપલબ્ધ નથી.મેમુ ગાડી રતલામથી દાહોદ ૧૦.૪૫ પહોંચે છે આ બાદ લગભગ ૧૦ કલાક બાદ પાર્સલ ગાડી રતલામથી દાહોદ ૦૮.૫૫ કલાકે પહોંચે છે. કોરોનાકાળમાં બંધ પડેલ દેહરાદુન – બાંન્દ્રા એક્સપ્રેસ, દેહરાદુન – બાંન્દ્રા એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે, વડોદરા – દાહોદ ડાઉન સાઈડમાં પાર્સલ ગાડી દાહોદ અને વડોદરા મેમુના અવર જવર બાદ ૦૬ કલાક સુધી યાત્રીઓ માટે કોઈ ડાઉન ગાડી નથી. વલસાડ – દાહોદ ઈન્ટરસીટી ગાડી જ્યારે દોડતી હતી ત્યારે આ સમસ્યા મુસાફરોને ન હતી માટે ગાડી પુનઃ દાહોદ સુધી દોડાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓખા – ગોવાહાટી ગાડી, બાંન્દ્ર ટર્મિનલ – હજરત નિઝામુદ્દીન (ગરીબ રથ) અને બાંન્દ્રા – અજમેર ગાડીને સ્ટોપેજ આપવામાં આવે તેવી સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરની રજુઆત કરવામાં આવી હતી.