દાહોદ જિલ્લા શહેરમાં મોટરસાઈકલ ચોરોનો આંતક : ત્રણ મોટરસાઈકલની ઉઠાંતરી
દાહોદ તા.૦૬
દાહોદ શહેર સહિત જિલ્લામાં મોટરસાઈકલ ચોરોનો આંતક દિન પ્રતિદિન વધવા માંડ્યો છે ત્યારે દાહોદ શહેર સહિત સીંગવડ તાલુકામાં મળી કુલત્રણ મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં વાહનચાલકોમાં રોષની સાથે સાથે ફફડાટ પણ જાવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી મોટરસાઈકલ ચોરીના બનાવોમાં દાહોદ શહેર સહિત જિલ્લામાં વધારો નોંધાવા પામ્યો છે ત્યારે આવા સમયે પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલીયા નીશાનો ઉભા થયા છે. હવે તો મોટરસાઈકલ ચોરો રાત્રીના અંધારમાં તો ઠીક પરંતુ ધોળે દિવસે તે પણ બિન્દાસ્તપણે મોટરસાઈકલ ઉઠાંતરી કરી લઈ જતાં હોય છે અને તેમાં પણ આસપાસના સીસીટીવી ફુટેજામાં પણ આ મોટરસાઈકલ ચોરો કેદ થવા માંડ્યા છે ત્યારે આવા સમયે મોટરસાઈકલ ચોર ટોળકીને સોંધવાને બદલે પોલીસ તંત્ર હવામાંજ બખ્ખા મારી રહ્યુ હોય તેમ પ્રતિત થઈ રહ્યુ છે. મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ દાહોદ જિલ્લાના સીંગવડ નગરમાં બનવા પામ્યો હતો જેમાં સીંગવડ નગરમાં આશ્રમશાળાની સામે રહેતા ગુણવંતભાઈ અમખભાઈ રાવળે પોતાની મોટરસાઈકલ ગામના નીચવાસ ફળિયામાં લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી ચોરી કરી લઈ જતાં આ સંબંધે ગુણવંતભાઈ અમખભાઈ રાવળે રણધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજા બનાવ દાહોદ શહેરના ગડી કમ્પાઉન્ડમાં બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકાના સાકરદા ગામે માળ ફળિયામાં રહેતા રાજેશભાઈ કાળુભાઈ ઓહનીયાએ ગત તા.૨૫.૦૨.૨૦૧૯ના રોજ દાહોદ શહેરમાં આવ્યા હતા અને પોતાની મોટરસાઈકલ ગડી કમ્પાઉન્ડ સબ રજીસ્ટ્રાર કચેરીના ગેટ આગળ લોક મારી પાર્ક કરી હતી. આ દરમ્યાન દાહોદ તાલુકાના બોરખેડા ગામે ડુંગરી ફળિયામાં રહેતા વિનોદભાઈ બદીયાભાઈ માવીએ પોતાનો કસબ અજમાવી રાજેશભાઈની મોટરસાઈકલની ચોરી કરી નાસી જતા આ સંબંધે રાજેશભાઈ કાળુભાઈ ઓહનીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
મોટરસાઈકલ ચોરીનો ત્રીજા બનાવ દાહોદ શહેરના ચિરાયુ હોÂસ્પટલ આગળ બનવા પામ્યો હતો જેમાં દાહોદ શહેરના ગોદી રોડ Âસ્થત લક્ષ્મીપાર્ક સોસાયટીમાં રહેતા સુભાષભાઈ નાથુભાઈ સંગાડાએ પોતાની મોટરસાઈકલ ચિરાયુ હોÂસ્પટલની આગળ લોક મારી પાર્ક કરી કોઈ કામ અર્થે ગયા હતા. આ દરમ્યાન તેઓની મોટરસાઈકલ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ નાસી જતા આ સંબંધે સુભાષભાઈ નાથુભાઈ સંગાડાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

