છેલ્લા બે વર્ષથી ઘરફોડ ચોરીના મળી કુલ:-૪ ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રિપોટર – અજય સાસી

છેલ્લા બે વર્ષથી લીમખેડા પો.સ્ટે., મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન રાજયના ઘરફોડ ચોરીના મળી કુલ:-૪ ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પંચમહાલ ગોધરા રેન્જ, ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ નાઓએ જીલ્લા તથા જિલ્લા બહાર લૂંટ, ધાડ તેમજ ઘરફોડ ચોરી, શરીર સબંધી ગંભીર પ્રકારના ગુનાઓમા તેમજ પ્રોહીબિશન તથા અન્ય ગુનાઓમા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરી ઝડપી પાડવા સારુ એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. સએલ સી બી

જે અનુસંધાને એલ.સી.બી.ની ટીમ જિલ્લામા નાસતા ફરતા આરોપીઓની માહિતી એકત્રિત કરવા માટે વર્કઆઉટની કામગીરીમા કાર્યરત હતી. તે દરમ્યાન એલ.સી.બી., પો.ઇન્સ.શ્રી એમ.કે.ખાંટ નાઓની સુચના

મુજબ આજરોજ પો.સ.ઇ.શ્રી એમ.એફ.ડામોર તથા પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી.સ્ટાફની ટીમ લીમખેડા ડિવીજનમા કાર્યરત હતી તે દરમ્યાન બાતમી હકિકત આધારે નીચે મુજબના ઘરફોડ ચોરીના ગુનામા નાસતા ફરતા આરોપી સંદિપભાઇ નરસીંગભાઇ જાતે. માવી (મકવાણા) ઉવ.૨૨ રહે.કથોલીયા પલાસ ફળીયું તા.લીમખેડા જી.દાહોદ તેના ઘરેથી વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી ઝડપી પાડી હસ્તગત કરી, કાયદેસરની કાર્યવાહી કરવા સારુ લીમખેડા પોલીસ સ્ટેશન સોંપવા તજવીજ કરેલ છે. (૧) લીમખેડા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૦૨૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ

(૨) રાજસ્થાન બાસવાડા ગઢી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૩૦૯/૨૦૨૦ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦ મુ. (૩) મધ્યપ્રદેશ ધાર જીલ્લા કુક્ષી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૬૫૯/૨૦૨૦ ઇ.પી.કો.ક. ૪૫૭,૩૮૦ મુ. (૪)મધ્યપ્રદેશ ધાર જીલ્લા કુક્ષી પો.સ્ટે.ફ.ગુ.ર.નં.૦૦૭૯/૨૦૨૧ ઇ.પી.કો.ક.૪૫૭,૩૮૦ મુજબ

આમ, છેલ્લા બે વર્ષથી લીમખેડા પો.સ્ટે., મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાન રાજયના ઘરફોડ ચોરીના મળી કુલ:-૪ ગુનામા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!