નડિયાદમાં બસસ્ટેન્ડ પાસે ઇમારતની બિજા માળની ગેલેરી નો ભાગ તૂટી પડ્યો
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ શહેરના હાર્દસમા વિસ્તાર ગણાતા નવા બસ સ્ટેશનનજીકનો સંતરામ રોડ વાહનો, રાહદારીઓથી સતત ધમધમે છે. નવા બસ સ્ટેશનની સામે અને પીજ ભાગોળથી સંતરામ રોડ આવવાના ત્રિકોણીયા નજીક સંજય સેલ્સની પાસેની સો-મિલને અડીને શ્રીરામ મેન્શન આવેલું છે. તેના બીજા માળની જર્જરિત ગેલેરીનો કેટલોકભાગ રાત્રે ધડાકાભેર તૂટી પડ્યો હતો.ગેલેરીના કાટમાળનો ભાગ પડતાં નીચેના ભાગે આવેલ દુકાનના બોર્ડને નુકસાન થયું હતું. સદ્દનસીબે રાત્રિનો સમય હોવાથી રાહદારી, વાહનોની અવરજવર નહિવત હોવાથી કોઇ દુર્ઘટના સર્જાઇ નથી. આજે દિવસે તૂટી ગયેલ ગેલેરીના ભાગને ઉતારવાની કામગીરી હાથ ધરાઈ હતી.


