લીમડી પો.સ્ટે. છેતરપીંડીના ગુન્હાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી દાહોદ જીલ્લાની એલ.સી.બી ટીમ તથા લીમડી પોલીસ
અજય સાસિ નીલ ડોડીયાર
પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ લીમડી પો.સ્ટે.ના પુર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરી છેતરપીંડીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને સત્વરે પકડવા સૂચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી, ડી.આર.પટેલ સા., ઝાલોદ વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.સી.રાઠવા સા. નાઓએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડેલ તેમજ પો.ઇન્સ.શ્રી એમ.કે.ખાંટ સા. LCB શાખા દાહોદ તથા નાઓ તેઓના સ્ટાફના માણસોને તાત્કાલીક એક્શનમાં લાવેલ તેમજ આ ગુન્હાના આરોપીઓની તપાસ કરવા લીમડી પો.સ.ઇ. શ્રી એમ.એલ.ડામોર નાઓએ અલગ-અલગ ટીમો બનાવેલ અને આ ગુન્હાની તપાસ દરમ્યાન ખાનગી રાહે હકીકત મેળવી લીમડી પો.સ્ટે પાર્ટ “એ” ગુ.ર.નં. ૧૧૮૨૧૦૩૩૨૨૦૫૨૧/૨૦૨૨ ઇ.પી.કો. કલમ-૧૨૦(બી), ૪૦૬, ૪૨૦ મુજબના ગુન્હાના કામના ફરીયાદી શ્રી ને રેલ્વેમાં T.C તરીકે નોકરી આપવાની લોભ લાલચ આપી ફરી.પાસેથી રૂ.૮,૦૦,૦૦૦/- જેટલી માતબર રકમ લઇ છેતરપીંડી કરનાર આરોપીઓને ગણતરીના કલાકમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પકડાયેલ આરોપી :(૧) દુર્ગેશ્વરીબેન ડો/ઓ વસંતસિંહ વાઘેલા, રહે.ફ્લેટ નં.૫૧૪, સીએમ સુકલીયા, વિજયનગર (મધ્યપ્રદેશ) (૨) અભિજીત ગિરીશભાઇ સાહુ, રહે.ક્ષમા પેટ્રોલ પંપ પાસે, ૮ એ.એક્સ, સ્કીમ નં.૭૧, સેક્ટર-સી, ઇન્દોર (મધ્યપ્રદેશ) સુરક્ષા આમ, દાહોદ જીલ્લાની એલ.સી.બી. ટીમ તથા લીમડી પોલીસે પૂર્વ આયોજીત કાવતરૂ રચી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મેળવેલ છે.