ફતેપુરા તાલુકાના વટડી ગામે બે ઈસમોએ એકને સામાન્ય બાબતે ફટકાર્યાે
દાહોદ તા.૦૭
ફતેપુરા તાલુકાના વટડી ગામે નીચે પડી ગયેલ મોટરસાઈકલને ઉભી કરવાના મામલે બે જણાએ એક વ્યÂક્તને છુટા પથ્થર વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે તેમજ મોંઢાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના પીપળીયા ગામે રહેતા વિનોદભાઈ સમસુભાઈ ડામોર તથા વીરાભાઈ ચતુરભાઈ ડામોરે પોતાના કબજાની એક મોટરસાઈકલ નીચે પાડી પોતાની સાથે રહેલા અને વટલી ગામે રહેતા મુકેશભાઈ બાબુભાઈ મછારને નીચે પડી ગયેલ મોટરસાઈકલ ઉભી કરવા જણાવતા મુકેશભાઈએ મોટરસાઈકલ ઉભી કરવાની ના પાડી દેતા ઉપરોક્ત બંન્ને જણા એકદમ ઉશ્કેરાયા હતા અને મુકેશભાઈને છુટ્ટા પથ્થર વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, મોંઢાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત મુકેશભાઈ બાબુભાઈ મછારે ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.