શ્રી વિશ્ર્વકર્મા પુરાણ કથા નો ત્રીજો દિવસ.
અજય સાસી
સત્ય હોય,સાચુહોય અને કડવુ હોય છતા પણ સમાજ ને સંભળાવે તે સાચો કથાકાર -જયંતિભાઈ શાસ્ત્રી
શ્રી વિશ્ર્વકર્મા પુરાણ કથા ના ત્રીજા દિવસે ક્રુષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરાઈ
દાહોદ શહેર ના રામાનંદ પાર્ક મા શાસ્ત્રી જયંતિભાઈ ના સ્વમુખે થતી કથા મા ત્રીજા દિવસે શાસ્ત્રી જી એ ભગવાન વિશ્ર્વકર્મા ના પાંચ પુત્રો વિશે ખુબ જ અતી મહત્વ સમજાવવા મા આવ્યુ હતુ .ભગવાન વિશ્ર્વકર્મા એ સ્રુષ્ટી ની રચના માટે પાંચ મુખ ધારણ કર્યા ,અને પાંચ પુત્રો ને તેમના મુખમાંથી પ્રગટ કર્યા અને સમાજના ઘડતર કર્યુ . વિશ્ર્વકર્મા ભગવાન ના પાંચ પુત્રો જેમા મનુ-લુહાર,મય-સુથાર,ત્વષ્ટા-કંસારા કામ કરનાર ,શિલ્પી-કડીયાકામ કરનાર ,દેવજ્ઞ-સોની નો સમાવેશ થાય છે .તદ ઉપરાંત વાસ્તુ પણ ભગવાન વિશ્ર્વકર્મા ના પુત્ર છે.આ પાંચેય પુત્રો ને ભગવાન વિશ્ર્વકર્મા એ અલગ અલગ હથિયાર આપ્યા.ભગવાન વિશ્ર્વકર્મા એ પાંચેય પુત્રો ને હથિયાર આપ્યા તો તમામ ના મનમા સવાલ ઉદભવ્યો ત્યારે ભગવાન વિશ્ર્વકર્મા એ વાસ્તુ ભગવાન ને કહ્યુ કે તમે જે અમ્રુત લાવ્યા છો તે આ પાંચેય પુત્રો ને પીવડાવી દો .જેથી વિશ્ર્વકર્મા પુત્રો ને કોઈ દી ધનુર ના થાય. કથાના ત્રીજા દિવસ ના અંતે ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી કરવામા આવી હતી .જેમા દાહોદ જિલ્લા પંચાલ સમાજ ના લોકો મોટી સંખ્યા મા જોડાયા હતા .તેમજ નંદમહોત્સવ ને પગલે ભગવાન શ્રીકૃષ્ણ ને પારણા મા પોઢાઢવામા આવ્યા ઉત્સવ ને પગલે કથા મંડપ મા સૌ હાજર લોકો નાચગાન કરવા લાગ્યા.