દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર દ્વારા રેલ રાજ્યમંત્રીને મળી દાહોદ ની બંધ પડેલ ટ્રેનોને પુનઃ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી.
જિગ્નેશ બારિયા દાહોદ
દિલ્હી ખાતે સંસદ સત્રમાં સભામાં દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની ઉપસ્થિત
દાહોદ તા.૧૯
દાહોદના સાંસદ હાલ દિલ્હીમાં ચાલી રહેલ સંસદ સત્રમાં પોતાની હાજરી આપી રહ્યાં છે ત્યારે સાંસદ દ્વારા દિલ્હીના રેલ્વે રાજ્ય મંત્રીની મુલાકાત કરી દાહોદ રેલ્વે સંબંધિ સમસ્યાઓ વિશે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને છેલ્લા ઘણા સમયથી અને ખાસ કરીને કોરોનાકાળથી બંધ પડેલ ઘણી ટ્રેનોને પુનઃ શરૂં કરવા લેખિત રજુઆત કરવામાં આવી છે. સાંસદ દ્વારા સંસદ સત્રની બાદ દાહોદ જિલ્લાના વિકાસ સંબંધી વિવિધ કાર્યાે સંદર્ભે અનેક મંત્રીઓને મળી રહ્યાં છે. ભુતકાળમાં પણ દાહોદના સાંસદ દ્વારા દાહોદની સમસ્યાઓ માટે રેલ્વે રાજ્ય મંત્રી સહિત અનેક મંત્રીઓને મળી રજુઆતો કરવામાં આવી છે ત્યારે રેલ્વે રાજ્ય મંત્રીને આપેલ લેખિત રજુઆત સાંસદ દ્વારા જ્યારે દાહોદમાં થોડા દિવસો પહેલાં પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આવ્યાં હતાં તેઓને પણ દાહોદ જિલ્લા ભાજપા પુર્વ પ્રમુખ સુધીરભાઈ લાલપુરવાલા મારફતે આ લેખિત રજુઆત રજુ કરી હતી.
દાહોદના સાંસદ જસવંતસિહ ભાભોર દ્વારા દિલ્હીમાં રેલ્વે રાજ્ય મંત્રી રાવ સાહેબ દાનવે પાટીલ સાથે મુલાકાત કરી હતી. સાંસદ દ્વારા રેલ્વે રાજ્ય મંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેથી પસાર થતી ઘણી ટ્રેનો કોરોનાકાળ બાદ બંધ રહેતાં દાહોદ જિલ્લાના લોકોની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ તમામ લોકો માટે બંધ પડેલ ટ્રેનો જીવાદોરી સમાન ગણવામાં આવે છે. વલસાડ – દાહોદ ઈન્ટરસીટી જે ગાડી કોરોનાકાળથી બંધ પડેલ છે. આ ગાડી વલસાડથી વડોદરા સુધી ચાલે છે પરંતુ દાહોદમાં તેનું પ્રસ્થાન હાલ સુધી કરવામાં આવ્યું નથી માટે પુનઃ વલસાડથી દાહોદ સુધી શરૂં કરવામાં આવે, આ ટ્રેનની પ્રતિદિન ૧૦૦૦૦૦ ટીકીટનું વેચાણ થતું હતું તેવીજ રીતે ફિરોજપુર – મુંબઈ જનતા એક્સપ્રેસ ગાડીને, દાહોદ – વડોદરા મેમુ ટ્રેનને પણ પુનઃ શરૂં કરવામાં આવે ત્યારે આ ગાડીઓનું પણ પ્રતિદિન ૩૫૦૦૦ જેટલી ટીકીટનું વેચાણ થતું હતું. દાહોદ – આણંદ ગાડીને પણ પુનઃ શરૂં કરવામાં આવે, આ ટ્રેનને ડાઉન દિશામાં પુનઃ શરૂં કરવામાં આવે, આ ટ્રેન બંધ હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેમ પણ જણાવ્યું હતું. વધુમાં બોરડી રેલ્વે સ્ટેશનથી દાહોદ – ભોપાલ એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે, દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે સુરક્ષિત પાર્કિગનુી સુવિધા ન હોવાથી મુસાફરોને પોતાના વાહનોની ચોરી થવાનો પણ ભય રહેતો હોવાથી તેમજ પાર્કિંગની લાયસન્સ ફી ખુબજ વધુ હોવાને કારણે ઠેકેદારો સંચાલન માટે લેવા ઈચ્છતા ન હોવાનું પણ જણાવ્યું હતું. અપ સાઈડમાં રતલામથી દાહોદ સુધી ૧૦.૪૫ થી રાત્રીના ૦૮.૫૫ એટલે કે, ૧૦ કલાક સુધી કોઈ યાત્રીઓને ગાડી ઉપલબ્ધ નથી.મેમુ ગાડી રતલામથી દાહોદ ૧૦.૪૫ પહોંચે છે આ બાદ લગભગ ૧૦ કલાક બાદ પાર્સલ ગાડી રતલામથી દાહોદ ૦૮.૫૫ કલાકે પહોંચે છે. કોરોનાકાળમાં બંધ પડેલ દેહરાદુન – બાંન્દ્રા એક્સપ્રેસ, દેહરાદુન – બાંન્દ્રા એક્સપ્રેસ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે, વડોદરા – દાહોદ ડાઉન સાઈડમાં પાર્સલ ગાડી દાહોદ અને વડોદરા મેમુના અવર જવર બાદ ૦૬ કલાક સુધી યાત્રીઓ માટે કોઈ ડાઉન ગાડી નથી. વલસાડ – દાહોદ ઈન્ટરસીટી ગાડી જ્યારે દોડતી હતી ત્યારે આ સમસ્યા મુસાફરોને ન હતી માટે ગાડી પુનઃ દાહોદ સુધી દોડાવવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત ઓખા – ગોવાહાટી ગાડી, બાંન્દ્ર ટર્મિનલ – હજરત નિઝામુદ્દીન (ગરીબ રથ) અને બાંન્દ્રા – અજમેર ગાડીને સ્ટોપેજ આપવામાં આવે તેવી સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ રાજ્ય મંત્રીને રજુઆત કરવામાં આવી હતી.