લીમખેડા ની કોર્ટ દ્વારા દુષ્કર્મ બળાત્કાર અને અપહરણના કેસમાં યુવકને 20 વર્ષની સજા અને એક લાખ વીસ હજારનો દંડ
રમેશ પટેલ સિંગવાડ
દાહોદ તા.૧૯
લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા ફરી એકવાર ઐતિહાસિક નિર્ણય અપહરણ બળાત્કાર અને પોકસો ના ગુનેગાર ને લીમખેડા એડિશનલ કોર્ટના જજ દ્વારા 20 વર્ષની સજા અને એક લાખ વીસ હજાર નો દંડ ફટકારતા તાલીમખેડા કોર્ટના સંકુલમાં નાટો છવાઈ જવા પામ્યો હતો.
દાહોદ જિલ્લામાં રહેતા એક પરિવારની દીકરીનું અપહરણ અજયભાઈ મગનભાઈ ઉર્ફે મંગળભાઈ (રહે. વલ્લભપુર, તા. શહેરા જી. પંચમહાલ) પટાવી ફોસલાવી અને પત્ની તરીકે રાખવા માટે લઈ ગયો હતો જ્યારે આ સંબંધે દીકરીની માતાએ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને તપાસ કરતા આરોપી અને દીકરીને બાલાસિનોર પોલીસ દ્વારા પકડી પાડી દીકરીને તેમની માતાને પરત સોંપી દીધા બાદ આરોપી વિરુદ્ધ તપાસ કરી અને પુરાવા મેળવી કોર્ટમાં કેસ ચાલતા લીમખેડા કોર્ટના એડિશનલ જજશ્રી બી. એસ. પરમાર સાહેબ અને સરકારી વકીલશ્રી શંકરભાઈ ચૌહાણની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીલીમખેડા કોર્ટના એડિશનલ જજ શ્રી એ વકીલોને રજૂઆત અને પુરાવાના આધારે આરોપી અજયભાઈ મગનભાઈ ને 20 વર્ષની સજા અને એક લાખ 20000 નો દંડ ફટકારવામાં આવતા આરોપી કોર્ટ ની અંદર ભાગી પડ્યો હતો અને તેને પોતાને ગુનો કર્યો તે બદલ તની જાતને ધિક્કારવા લાગ્યો હતો. લીમખેડા કોર્ટ દ્વારા થોડા મહિના પહેલા પણ છાપરવડની એક અઢી વર્ષની બાળકી પર કૌટુંબીક કાકાએ બળાત્કાર કરી અને મર્ડર કરેલ તે આરોપીને પણ ફાંસીની સજા આપી અને આજે પણ એવા જ ગુનામાં આરોપીને 20 વર્ષની સજા અને દંડ ફટકર્યો છે આવા નિર્ણયોથી સમાજમાં એક સારો મેસેજ જાય છે અને લોકોને કાનૂન પર ભરોસો રહે છે અને આવા અપહરણ અને બળાત્કારના આરૂપીઓને આવી સજા થાય જેનાથી બીજા લોકો આવા ગુનો કરવાનો પ્રયાસ ન કરે તેનો પણ ભય રહે તે અત્યંત જરૂરી છે.