ઝાલોદ કોલેજ માં ઇનોવેશન ક્લબ અંતર્ગત તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
પંકજ પંડિત ઝાલોદ
ઈનોવાશન ક્લબ અંતર્ગત વિદ્યાર્થીઓ પોતાનો સ્વતંત્ર ધંધો કે રોજગારી શરૂ કરી પગભર થઈ શકે તે માટે શ્રી કે. આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ દ્વારા તાલીમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સુનિલભાઈ પરમારે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટરની મદદથી ખૂબ જ સરસ રીતે તાલીમ આપી હતી. આ તાલીમ ના ઉદ્ઘાટન કાર્યક્રમ માં કોલેજના પ્રિન્સિપાલ શ્રી એમ.એમ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડો. એ. આર. મોદી અને ડૉ. એ. એન પાદરીયા દ્વારા કરવામાં આવ્યું. આ તાલીમમાં કોલેજના બધા વિદ્યાર્થીઓએ રસ અને રુચિ પૂર્વક ભાગ લીધો હતો. આ પ્રત્યક્ષ તાલીમમાં કોલેજનો સમગ્ર સ્ટાફ પણ હાજર રહ્યો હતો.