શ્રી ગોવિંદ ગુરુની 164મી જન્મ જયંતી નિમિત્તે નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરાયું .
ન્નેએલ ડોડીયાર
નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દાહોદમાં 20-12-22 મંગળવાર ના રોજ શ્રી ગોવિંદ ગુરુની 164મી જન્મ જયંતી નિમિત્તે નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા નું આયોજન અત્રેની કોલેજના આચાર્ય શ્રી ડૉ. બી. સી. ચૌધરી સાહેબ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના ઇ.સી. મેમ્બર પ્રો. ગૌતમ સંગાડા સાહેબ અધ્યક્ષસ્થાને હાજર રહી ગુરુ ગોવિંદ માટે માનવાચક ઉદ્દબોધન આપીને વિદ્યાર્થીઓ માટે પ્રેરણા પૂરી પાડી હતી. તથા ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. દિનેશ મુનિયા સાહેબ અને ડૉ. ધવલ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ અધ્યાપક ગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન ડૉ. રચનાબેન પટેલે કર્યું હતું. સ્પર્ધામાં લગભગ 20 જેટલા વિદ્યાર્થી મિત્રોએ ભાગ લીધો હતો. જેમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાને નિનામા રાહુલ અને વકૃત્વ સ્પર્ધામાં કોળી ક્રિષ્ના ની પસંદગી કરવામાં આવી હતી. ત્યારબાદ પ્રો. મેઘના કંથારીયા દ્વારા આભારવિધિ વ્યક્ત કરી હતી.



