ઝાલોદ નગરના માનસિક રીતે બિમાર યુવકની મદદે આવતા દાતાર વિષ્ણુભાઈ અગ્રવાલ
પંકજ પંડિત ઝાલોદ
યુવક દવાના અભાવે વધુ માંદગીનો શિકાર બન્યો હતો
ઝાલોદ નગરનો એક યુવક જયેશ ખંડેલવાલ જે એક સારા ઘર માંથી આવે છે. પરિવારમાં બધા હોવા છતાય પારિવારિક અનબન થી જયેશ પારિવાથી અલગ થઈ ગયેલ હતો. પરિવાર થી અલગ થયા પછી જયેશની માનસિક સ્થિતિ દિવસે દિવસે બગડવા લાગી. પરિવાર વાળાએ શરૂઆતમાંતો તેને માનસિક બીમારીની દવા બરોડા ખાતે કરાવી હતી. પરંતુ કાયમ દવા ન થતાં નગરમાં તેં માનસિક અસ્થિર રીતે ફરવા લાગ્યો. ધીરે ધીરે તેની બીમારી વધવા લાગી હતી અને સમજુ હોવા છતાય દવાના અભાવે નગરમાં ગાંડાની જેમ તે ફરતો હતો, લોકો પાસે માંગી માંગીને ખાતો, કચરા માંથી વીણીને ખાતો , નાહવાનું પણ નહીં, કપડાં પણ બદલવાના નહીં તેમજ ગંઘાતી પરિસ્થિતિમાં તે ફરવા લાગ્યો હતો. તેથી નગરના લોકોને પણ તેના પર દયા આવતી હતી અને આવતા જતા તેને ખાવા પીવા અને ચા નાસ્તાની મદદ કરતા હતા. પરંતુ આવી કાયમની લાચારી ભરી જિંદગી જીવતા યુવકને જોઈ નગરના એક અગ્રણી થી જોવાયું નહીં અને તેની મદદ કરવાનો સંકલ્પ લીધો.
નગરના અગ્રણી તેમજ કાયમ લોકોની મદદે રહેનાર વિષ્ણુભાઈ અગ્રવાલ તેની મદદે આવ્યા તેમણે વિનોદ પંચાલને વાત કરતા તેઓએ તેમને સાથે આપ્યો. વિષ્ણુભાઈ અગ્રવાલ દ્વારા વિનોદભાઈ પંચાલને જયેશ ખંડેલવાલને બરોડા ઈલાજ માટે લઇ જવા માટે ગાડીની વ્યવસ્થા અને રૂપિયાની મદદ કરી આપી હતી.બાદમાં વિનોદ પંચાલ દ્વારા ગામના અન્ય યુવકો જીતેન્દ્ર શ્રીમાળી, વીનુ લીમાંનીને સાથે રાખી જયેશને બાંધીને નહવડાવી, દાઢી વાળ કટિંગ કરાવી, નવા કપડા પહેરાવી યુવકને એક ગાડી ભાડે કરી બરોડા ખાતે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.