દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે લશ્કરી ભરતી પૂર્વેની લેખિત પરીક્ષા માટે વિના મુલ્યે ૧૫ દિવસની તાલીમ યોજાશે
સિંધુ ઉદય
અમદાવાદ ખાતે યોજાયેલ લશ્કરી ભરતીમેળામા મેડીકલ પાસ થયેલ અને એડમિટ કાર્ડ મેળવેલ દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, છાપરી,દાહોદ ધ્વારા આગામી ૧૫ જાન્યુઆરી ના રોજ યોજાનાર લશ્કરી ભરતીની લેખિત પરીક્ષાની તૈયારી માટે ૧૫ દિવસની બિન નિવાસી તાલીમ યોજવાનું આયોજન કરેલ છે. આ તાલીમમા જોડાનાર ઉમેદવારોને ગણિત, વિજ્ઞાન અને જનરલ નોલેજ જેવા વિષય માં નિષ્ણાત ફેકલ્ટી ધ્વારા તાલીમ અને વિના મુલ્યે મટીરીયલ આપવામાં આવશે. આ તાલીમમાં ઉમેદવારો ને નાસ્તો પણ આપવામાં આવશે. આ તાલીમમાં જોડાવા માંગતા ઉમેદવારોએ લશ્કરી ભરતીમાં મેડીકલ પાસ કરીને લેખિત પરીક્ષાનું એડમિટ કાર્ડ મેળવેલ હોય તેની કોપી સાથે જીલ્લા રોજગાર કચેરી,જીલ્લા સેવા સદન ,ત્રીજો માળ ,છાપરી,દાહોદ નો દિન-૩ માં રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે. આ તાલીમમાં ગણિત, વિજ્ઞાન અને જનરલ નોલેજ જેવા વિષયની તાલીમ આપવા માંગતા નિષ્ણાત અનુભવી શિક્ષક/ફેકલ્ટી પાસેથી પણ અરજીઓ મંગાવવામાં આવે છે જેઓને એક કલાકનું રૂ. ૩૭૫/- માનદ વેતન ચુકવવામાં આવશે. રસ ધરાવતા ફેકલ્ટીઓએ ઉક્ત સરનામે રૂબરૂ અથવા ઈ-મેઈલ dee-dah@gujarat.gov.in પર અરજી મોકલી આપવા રોજગાર અધિકારી એ.એલ. ચૌહાણે જણાવેલ છે.