નડિયાદના અરેરામા બસોની અનિયમિતના કારણે વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં

નરેશ ગનવાણી બ્યુરો ચિફ નડિયાદ

નડિયાદ પાસે આવેલ ગામ અરેરામા અમદાવાદ વાયા ખાત્રજ તરફની જતી તમામ લોકલ બસો અહીયા સ્ટોપેજ હોવાં છતાં બસ ઊભી રાખતા નથી. જેના કારણે આજે અરેરા ગામના ડેપ્યુટી સરપંચ સહિત સ્ટુડન્ટોએ અરેરા ગામથી મુખ્ય મથક નડિયાદ ખાતે આવ્યા હતા અને એસટી ડેપોમાં હલ્લાબોલ કરી ધરણા કરતાં ડેપો મેનેજરને ખબર પડતા સ્થળ પર આવી પહોંચ્યા હતાં અને તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આવતીકાલથી બસો નિયમિત થઈ જશે ત્યારે મામલો થાડે પડ્યો હતો. પરંતુ મુસાફરોનો રોષ સાતમા આસમાને છે કારણકે બસ સ્ટેન્ડમાં મુસાફરોના સરસામાન તેમજ સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.
નડિયાદ તાલુકાના અરેરા ગામે જ એસટી બસ છેલ્લા લગભગ દોઢ માસથી બસોની અનિયમિતતાથી ગ્રામજનો લાલઘૂમ થયા છે. ગ્રામજનો અને સ્ટુડન્ટોએ મંગળવારના રોજ એસટી ડેપોમાં ધરણા કરી હલ્લાબોલ કર્યા હતા. મંગળવારના રોજ વહેલી સવારે અરેરા ગામથી ડેપ્યુટી સરપંચ સહિત નડિયાદ કોલેજ અને શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ ગામથી નડિયાદ બસ ડેપોમાં આવ્યા હતા. આ બાદ બસ‌ સ્ટેન્ડમા આવી હલ્લાબોલ કરી ધરણા કર્યા હતા. જોકે થોડો સમય ધરણા કર્યા બાદ ડેપો મેનેજર આવતાં તેઓએ મામલો થાડે પાડ્યો હતો અને ગ્રામજનો ઘેરી વળતાં ડેપો મેનેજરે વાતચીત કરતા જણાવ્યું કે આવતીકાલથી બસો નિયમિત થઈ જશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: