દાહોદમાં લઘુમતિ કોમની એક પરણિતાની પતિ તથા સાસરીયાના ત્રાસથી પોલીસમાં રાવ
દાહોદ તા.૦૭
દાહોદ શહેરના ભીલવાડા હાઉસીંગ બોર્ડ ખાતે રહેતી એક લઘુમતિ કોમની પરણિતાને પતિ તથા સાસરીયાઓ દ્વારા છેલ્લા છ માસથી પરણિતાને શારિરીક તેમજ માનસીક ત્રાસ આપી દહેજ પેટે રૂ.૫૦ હજારની માંગણી કરી તથા પિતાના ઘરેથી દાગીના લઈ આવ તેમ કહી તેમજ બીજી પÂત્ન લાવવાની છે તેમ કહી અવાર નવારના આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યાનું જાણવા મળે છે.
લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે રહેતા હિનાબેન શારૂખભાઈ સોયેબ પટેલ (ઘાંચી)ના લગ્ન દોઢ વર્ષ અગાઉ દાહોદ શહેરના ભીલવાડા હાઉસીંગ બોર્ડ ખાતે રહેતા શારૂખભાઈ સોયેબભાઈ પટેલ (ઘાંચી) સાથે સમાજના રિતીરિવાજ મુજબ થયા હતા. લગ્નના થોડા સમય પતિ તથા સાસરીયાઓ દ્વારા સારૂ રાખ્યા બાદ હિનાબેનન ઉપર છેલ્લા છ માસથી પતિ તથા સાસરીયાઓ દ્વારા ત્રાસ ગુજારવાનુ શરૂ કરી દીધુ હતુ અને પતિ શારૂખભાઈ દ્વારા હિનાબેનને બેફામ ગાળો બોલી, તને ઘરનું કામકાજ બરાબર આવડતુ નથી, તુ મને ગમતી નથી, મારે તને રાખવી નથી, તુ તારા બાપાના ઘરે જતી રહે અને તારા બાપાના ઘરેથી રૂ.૫૦ હજાર અને સોનાના દાગીનાની દહેજ પેટે માંગણી કરી સોયેબભાઈ મજીદ અને શકીલાબેન સોયેભાઈ અવાર નવાર શારૂભભાઈને ચઢામણી કરતાં શારૂખભાઈ દ્વારા હિનાબેનને શારિરીક અને માનસીક ત્રાસ આપતાં આખરે આવા ત્રાસથી વાજ આવેલ પરણિતા હિનાબેને દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.