દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચુંદડી ગામે જમીન મેળવવા માટે બનેલ હત્યા નો બનાવ
નીલ ડોડીયાર ગગન સોની
દાહોદ તા.૨૦
જમીન મેળવવા માટે દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના ચુંદડી ગામે બનેલ હત્યાના બનાવમાં ગામના બારીયા પરિવારના ત્રણ ઈસમોએ તેમના જ કુટુંબના આધેડ ઈસમને મારી નાંખવાનું કાવતરૂ રચી માથાના ભાગે લોખંડની કોસના પ્રહાર કરી ઢીમ ઢાળી દઈ પુરાવાનો નાસ કરવાના હેતુથી લાશ પાણીવાળી કેનાલમાં નાંખી દીધાનું જાણવા મળ્યું છે.
સીંગવડ તાલુકાના ચુંદડી ગામે ડુંગરભીત ફળીયામાં રહેતા રમણભાઈ સોનાભાઈ બારીયાના ત્રણે કાકા નિઃસંતાન(વાંઝીયા) હોઈ જેનું પાલન પોષણ રમમભાઈ બારિયાનું પરિવાર કરતું હોવાથી તે ત્રક્ષણે કાકાની જમીન જાયદાદ રમણભાઈ બારીયાને જ મળનાર હોવાથી આ તમામ જમીન-જાયદાદ કનુભાઈ દલાભાઈ બારીયા તથા તેના છોકરાઓને મળી જશે તેવા આશયથી કનુભાઈ દલાભાઈ બારીયા તથા તેનો છોકરો રમેશભાઈ કનુભાઈ બારીયા તથા સગોભાઈ સબુરભાઈ દલાભાઈ બારીયાએ ભેગા મળી રમણભાઈ બારીયાનું કાસળ કાઢવાનું કાવતરૂ રચી રમણભાઈને રાતના સમયે ભોળવીને ત્રણે જણા લઈ ગયા હતા અને રમણભાઈના માથામાં પાછળના ભાગે લોખંડની કોસના પ્રહાર કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ પુરાવાનો નાશ કરવા માટે મૃતક રમણભાઈ બારીયાની લાશને ગામની પાણીવાળી કેનાલમાં નાંખી દઈ પુરાવાનો નાશ કરી તે પછી રાતના મરણજનાર રમણભાઈને શોધવાનો દેખાડો કર્યો હતો.
આ સંબંધે ચુંદડી ગામે ડુંગરભીડ ફળીયામાં રહેતા મરણ જનાર રમણભાઈ સોનાભાઈ બારીયાના છોકરા ૧૯ વર્ષીય મુકેશભાઈ રમણભાઈ બારીયાએ ઉપરોક્ત કેફીયત ભરી ફરિયાદ રંધીકપુર પોલિસ સ્ટેશને નોંધાવતા આ સંદર્ભે પોલિસે ચુંદડી ગામના રમેશભાઈ કનુભાઈ બારીયા, સબુરભાઈ દલાભાઈ બારીયા તથા કનુભાઈ દલાભાઈ બારીયા વિરૂધ્ધ ઈપિકો કલમ ૩૦૨, ૨૦૧, ૧૨૦(બી), ૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી ત્રણેની ધડપકડના ચક્રો ગતિમાન કર્યા છે