દાહોદ તાલુકાના રાજપુર ગામે નવા ફળિયામાં ત્રાટકેલા તસ્કરો
નીલ ડોડીયાર ગગન સોની
દાહોદ તા.૨૦
શિયાળાની ઠંડીમાં સક્રીય બનેલા તસ્કરો પોતાના એક પછી એક કાંમોને અંજામ આપી પોલિસ તંત્રના રાત્રી પેટ્રોલીંગની પોલ ખોલી પોલિસ તંત્રને ચેંલેજ આપી રહ્યા છે તેવા સમયે દાહોદ તાલુકાના રાજપુર ગામે નવા ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે ચાર જેટલા બંધ ઘરોને નિશાન બનાવ્યા હતા અને ચારો ઘરોમાંથી કુલ મળી રૂા. ૧.૯૩ લાખની કુલ મત્તા ચોરીને લઈ ગયાનું જાણવા મળ્યું છે.
ગત તા. ૧૫-૧૨-૨૦૨૨ના રોજ રાત્રીના સમયે દાહોદ તાલુકાના રાજપુર ગામે નવા ઘર ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે ચાર બંધ મકાનોને નિશાન બનાવ્યા હતા અને ધનાભાઈ દલસીંગભાઈ ડામોરના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી રૂા. ૫૩૦૦૦ની કિંમતની સોના ચાંદીના દાગીના તેમજ રોકડ, મનુભાઈ દલસીંગભાઈ ડામોરના મકાનનું તાળું તોડી સોનાના દાગીના તથા રોકડ મળી રૂા. ૪૫૦૦૦ની મત્તા, લલીબેન સવસીંગભાઈ સેવાભાઈ પરમારના બંધ મકાનનું તાળું તોડી રૂા. ૨૦,૦૦૦ની કિંમતની ચાંદીના દાગીના તથા કિશોરભાઈ બદીયાભાઈ મેડાના બંધ મકાનનું તાળું તોડી ઘરમાંથી રૂા. ૭૫૦૦૦ની કિંમતના ચાંદીના દાગીના મળી કુલ ચારે મકાનોમાંથી રૂા. ૧.૯૩ લાખની મત્તા ચોરીને તસ્કરો લઈ ગયા હતા.
આ સંબંધે રાજપુર ગામના નવાઘર ફળિયામાં રહેતા ધનાભાઈ દલસીંગભાઈ બારીયાએ નોંધાવેલી ફરિયાદને આધારે દાહોદ તાલુકા પોલિસે ઘરફોડ ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી ડોગસ્કવોર્ડ તથા એફએસએલની મદદ માંગી છે.