દેવગઢ બારીયા તાલુકાના ભુતીયા ગામેસર્જાયેલા ગમખ્વાર અકસ્માત

નીલ ડોડીયાર

દાહોદ તા.૨૦

દેવગઢ બારીયા તાલુકાના ભુતીયા ગામે ભુતીયાથી પાનમ નદી તરફ જડતાં રોડ ઉપર ગતરોજ બપોરના સમયે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ડંફરનું ડાલું વાગ્યાથી નીચે પડી ગયેલા કલીનર ઉપર ડંફરમાંની રેતી પડતાં રેતીમાં દબાઈ ગયેલા કલીનરનું મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.

એક ડંફર ચાલક તેના કબજાના જીજે-૨૦ એક્સ-૩૮૧૭ નંબરની ડંફર ગાડીમાં રેતી ભરી ડંફર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે ભુતીયા ગામે ભુતીયાથી પાનમ નદી તરફ જતાં રોડ પર હંકારી લઈ ચડાવમાં ઉભુ રહી જતાં ગાડીમાં કલીનર નવા ગામના ૨૨ વર્ષીય હીતેષભાઈ કમલેશભાઈ મોરીને રેતી ખાલી કરવા માટે પાછળનું ડાલુ ખોલવા જણાવતા કલીનર હીતેષભાઈ મોરી પાછળનું ડાલું ખોલવા જતાં ડંફર એકાએક રીવર્સ થતાં ડમ્ફરનું પાછળનું ડાલુ ખુલી જતાં અને ડંફરનું ડાલુ વાગવાથી કીલનર હીતેશભાઈ મોરી નીચે પડી ગયો હતો તે જ વખતે ડંફરનું ડાલું હાઈડ્રોલીંગ થતાં ડંફરમાંથી ભરેલ રેતી નીચે પડી ગયેલ કલીનર હીતેશભાઈ મોરી ઉપર પડતાં રેતીમાં દબાઈ જતાં તેનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે ડંફરનો ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો.
આ સંબંધે સાગટાળા ગામના પટેલ ફળિયાના મહેશભાઈ સવજીભાઈ કોળીએ નોંધાવેલ ફરિયાદને આધારે પીપલોદ પોલિસે ડંફર ગાડીના ચાલક વિરૂધ્ધ ઈપિકો કલમ ૨૭૯, ૧૮૪, ૧૩૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: