દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી સક્રીય બનેલા વાહન ચોરો

નીલ ડોડીયાર ગગન સોની

દાહોદ તા.૨૦

દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાયે સમયથી સક્રીય બનેલા વાહન ચોરોનો તરખાટ પણ ચરમસીમાએ પહોંચ્યો છે તેવા સમયે વધુુ બે ફોરવ્હીલ ગાડી ચોરાયાની ફરિયાદ જે તે પોલિસ દફતરે નોંધાયાનું જાણવા મળ્યું છે.

જિલ્લામાં ફોરવ્હીલ વાહન ચોરીના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ ઝાલોદ તાલુકાના ખુંટનખેડા ગામે બેડા ફળિયામાં બનવા પામ્યો હતો જેમાં ખુંટન ખેડા ગામે ત્રાટકેલા ફોરવ્હીલ વાહન ચોરો રાતના સમયે સુથારી કામ કરતા વિનોદભાઈ રામસીંગભાઈ પરમારની તેમના ઘરની બહાર બનાવેલા પતરાના શેટ નીચે પાર્ક કરી રાખેલ રૂા. ૪ લાખની કિંમતની જીજે-૦૯ બી.સી.-૫૭૬૫ નંબરની બોલેરો ગાડી ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે ખુંટનખેડા ગામના બેડા ફળિયાના વિનેધભાઈ રામસીંગબાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ફોરવ્હીલ વાહન ચોરીનો બીજાે બનાવ દાહોદ તાલુકાના દશલા ગામે સુથરા ફળીયામાં તા. ૭-૧૨-૨૦૨૨ના રોજ રાતે બનવા પામ્યો હતો. જેમાં ત્રાટકેલ વાહન ચોર ટોળકીએ પોતાનો કસબ અજમાવી સુથાર ફળિયામાં રહેતા મનીયાભાઈ મંગાભાઈ પરમારની માલીકીની તેમના ઘર આગળ પાર્ક કરી રાખેલ રૂા. ૧,૬૫,૦૦૦ની કિંમતની જીજે-૧૭ સી.એ-૫૨૪૯ નંબરની સફેદ કલરની તુફાન ફોરવ્હીલ ગાડી ચોરીને લઈ ગયા હતા. આ સંબંધે દશલા ગામના સુથાર ફળિયાના મનીયાભાઈ મંગાભાઈ પરમારે નોંધાવેલ ફરિયાદને આધારે કતવારા પોલિસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: