આદિવાસી સમાજના સુધારક ભગત ક્રાંતિના પ્રણેતા ગુરુગોવિંદ મહારાજને હું વંદન કરું છું.: જી.પં.પ્રમુખ શીતલકુમાર વાઘેલા
પંકજ પંડિત ઝાલોદ
ઝાલોદ તાલુકાના કંબોઈધામ ખાતે ગુરુ ગોવિંદ મહારાજ ની ૧૬૪ મી જન્મજયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી. મંદિર પર સંતો – ભક્તો અને ટ્રસ્ટના આગેવાનો દ્વારા ધજા આરોહણ કરવામાં આવ્યું. ત્યારબાદ મંદિર પરિસરમાં ગુરુગોવિંદ મહારાજ ની સમાધિનું દર્શન કરી પૂજન – અર્ચન કરી સભા સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાએ સમસ્ત ભક્તજનોને જે રામજી, જે ગુરુમાલિક થી સંબોધન કરી જણાવ્યું કે આદિવાસી સમાજના પ્રણેતા ધર્મગુરુ સમાજને ઉજાગર કરનાર ,આદિવાસી સમાજના સુધારક ભગત ક્રાંતિના પ્રણેતા તેમજ સંપ સભા માનગઢના સ્થાપક એવા ગુરુગોવિંદ મહારાજ કે જેમણે અંગ્રજો અને રજવાડા સામે આદિવાસી સમાજના ક્રાંતિના બીજ રોપી ક્રાંતિકારી સમાજ સુધારક ગોવિંદ ગુરુ મહારાજની ૧૬૪મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી. જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલા, જિલ્લા ભાજપ મહિલા મહામંત્રી રીટાબેન નીનામાં,બાબુભાઈ, પ્રવીણભાઈ નિનામા,રતિલાલભાઈ, સહિત મંદિર ટ્રસ્ટના આગેવાનો,મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમસ્ત કાર્યક્રમનું આયોજન જય ગુરુગોવિંદ ટ્રસ્ટ કંબોઇધામ દ્વારા કરવામાં આવ્યું અને ભક્તજનો માટે પ્રસાદી ભંડારાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું


