શ્રી વિશ્ર્વકર્મા કથા પુરાણ કથા નો ચોથો દિવસ પૂર્ણ વિશ્ર્વકર્મા પુરાણ કથા ના 4 દિવસ ના અંતે મા રાંદલ પ્રાગટ્ય દીન ઉજવાયો

શ્રી વિશ્ર્વકર્મા કથા પુરાણ કથા નો ચોથો દિવસ પૂર્ણ વિશ્ર્વકર્મા પુરાણ કથા ના 4 દિવસ ના અંતે મા રાંદલ પ્રાગટ્ય દીન ઉજવાયો કન્યા નું કન્યાદાન કરવાથી પિતૃ ના ઋણ માંથી મુક્ત થવાય છે
દીકરી નું કન્યાદાન કરો તેનું ઘણું મોટું મહત્વ છે વિશ્વકર્મા ના પરિવાર મા કોઈ ગુરુ નથી હોતા બધા વરૂણના ગુરુ બ્રાહ્મણ હોય છે વિશ્વકર્મા ના પુત્ર બ્રાહ્મણ હોય છે જેથી તેમના કોઈ ગુરુ હોતા નથી બ્રાહ્મણ વેદનું કામ કરે છે વિશ્વકર્માના પુત્રોના ભગવાન વિશ્વકર્મા ગુરુ છે વિશ્વકર્મા ના પુત્રો ના ગુરુ ની ગાદી ઇલોર ગઢ છે વિશ્વકર્મા ના પુત્ર જનોઈ ધારક કરે તે સમયે દીક્ષા લઇ અને મંત્ર જે આપે તે મંત્ર વિશ્વકર્મા નમઃ એ જ ગુરુ મંત્ર છે

જ્યારે રાક્ષસોએ ત્રાસ આપવાનું ભગવાનને શરૂ કર્યો તે સમયે બધા ભગવાનો ભેગા થઈ માતાજીનું ધ્યાન ધરી માતાજીની સ્તુતિ કરી તો માતાજીના નવ રૂપ ધારણ થયા માતાજીના અંદરથી ઉજાસ આવ્યો અને માતાજી આવ્યા વિશ્વકર્મા ભગવાને માતાજીને ફરસી વીતી ત્રિશુલ ખરાશ જેવા હથિયાર આપ્યા માતાજીએ ભગવાન વિશ્વકર્મા ને કહ્યું આ આપે રાક્ષસોને મારવા મને જે હત્યારો આપ્યા છે તે હું આપની રૂણી છું અને તે હત્યાર થી ચંડ અને મુંડનું વધ કરી આવ્યા ત્યાંથી માતાજીનું જયચામુંડા માં નામ થયું માતાજી એ કહ્યું ચૈત્રી નવરાત્રીમાં મારી આરાધના જે કરશે તેને હું જે માંગશે તે હું આપીશ

દાહોદ ના રામાનંદ પાર્ક મા છેલ્લા 4 દિવસ થી સુર્ષ્ટી ના રચયિતા ભગવાન વિશ્ર્વકર્મા પુરાણ કથા નુ રસપાન જયંતીભાઈ શાસ્ત્રી ના સ્વમુખે થઈ રહ્યુ છે .ત્યારે શ્રી વિશ્ર્વકર્મા પુરાણ કથા 4 દિવસ ના અંતે ભગવાન વિશ્ર્વકર્મા ના પુત્રી મા રાંદલ નુ પ્રાગટ્ય દીન ની ઉજવણી કરવામા આવી હતી .જેમા મા શાસ્ત્રીજી એ મા રાંદલ પ્રાગટ્ય ની ઉજવણી નો મહિમા સમજાવ્યો હતો .જેમા સમાજ ની નાની નાની બાળા ઓ દ્વારા મા માતાજી ના નવ સ્વરૂપ ધારણ કર્યા હતા .તેમજ ભગવાન વિશ્ર્વકર્મા અને તેમના પુત્રી રાંદલ અને છાયા ના પણ પાત્ર ભજવવા મા આવ્યા હતા .મા રાંદલ ના પ્રાગટ્ય દીન નીમીતે મહીલા મંડળો ગરબે ઝુમ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!