ગરબાડા ચાલુકાના ચાંદાવાડા ગામે પીયરમાં પÂત્ન તેડવા ગયેલ પતિને પÂત્ન તથા તેના પીયરીયાઓએ માર માર્યાે
દાહોદ તા.૦૭
ગરબાડા તાલુકાના ચાંદાવાડા ગામે પીયરમાં ગયેલ પÂત્ન તેડવા ગયેલ પતિને પÂત્ન તથા તેના પીયરનાઓએ લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે,હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના નઢેલાવ ગામે ધુળ મહુડી ફળિયામાં રહેતા દિનેશભાઈ ધુળીયાભાઈ આમલીયારની પÂત્ન હિરલબેન પોતાના પિયરમાં આવી હતી અને આ દરમ્યાન ગત તા.૦૪.૧૧.૨૦૧૯ના રોજ પતિ દિનેશભાઈ દ્વારા પÂત્નને તેડવા ગયો હતો. આ દરમ્યાન એકદમ ઉશ્કેરાયેલ નબળાભાઈ ધનાભાઈ ભુરીયા, સંગીતાબેન પ્રવિણભાઈ ભુરીયા, કમોદીબેન દુબળાભાઈ ભુરીયા અને હિરલબેન દુબળાભાઈ ભુરીયાનાઓએ દિનેશભાઈને લાકડી વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે તેમજ હાથે પગે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે દિનેશભાઈના ભાઈ રૂપસીંગભાઈ ધુળીયાભાઈ આમલીયારે જેસાવાડા પોલીસે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.