ડાકોરમાં ગોમતી તળાવની ફરતે બનાવેલ મઢૂલીઓના પથ્થર પડ્યા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ:
ડાકોર રણછોડરાયના મંદિર સામે આવેલ ગોમતી તળાવની ફરતે ભારે ભરખમ પથ્થરોથી બનેલી મઢુલીના પથ્થરો પડવાના બનાવો સામે આવ્યા છે. સદનસીબે આ પથ્થરો રાત્રિના સમયે પડતા જોખમ ટળ્યું છે. જો કે દિવસે ઘટના બની હોત તો પથ્થરો અને નીચે યાત્રાળુઓ પણ દબાઈ જાત અને ગંભીર હોનારત થઈ હોત. આ બનાવ એક મહિના પહેલા બન્યો હતો. પરંતુ આજ દિન સુધી કોઈ
કાર્યવાહી કરાઈ નથી. ડાકોર પાલિકા તંત્ર દ્વારા માત્ર તે જગ્યા પર દોરડા બાંધીને સંતોષ મન્યો છે. પાલિકા દ્વારા વહેલી તકે સમારકામ કરાવવામાં આવે, અન્ય પથ્થરની મઢુલીઓની ગુણવત્તા ચેક કરવામાં આવે તેવી લોકોમાં માગ ઉઠી છે. ડાકોર પાલિકાના સી.ઓ સંજય પટેલે જણાવ્યું કે આ ગોમતી તળાવની કામગીરી યાત્રા વિકાસ બોર્ડનાં હસ્તક આવે છે. પાલિકા દ્વારા આ મામલે ૧૫ દિવસ પહેલા પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે