દાહોદ જિલ્લાના દાહોદ અનાસ રેલ્વે સ્ટેશન ખાતે ચાલુ ટ્રેન બે કિન્નર પટકાતા એકનું મોત ઃ એક કિન્નર ગંભીર ઈજાગ્રસ્ત

દાહોદ તા.૦૭
દાહોદના અનાસ રેલ્વે સ્ટેશન ખાતે ગતરોજ ચાલુ ટ્રેને પડી જવાના બનાવમાં એક કિન્નરનું મોત નીપજ્યું હતુ જ્યારે એક કિન્નર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને દાહોદની ખાનગી હોÂસ્પટલમાં સારવાર અર્થે ખસેડાયાના બનાવ બાદ આજરોજ દાહોદ શઙેર પોલીસ મથકે આ સંબંધે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવતાં પંથકમાં તરેહ તરેહની ચર્ચઓએ જાર પકડ્યુ છે ત્યારે બીજી તરફ આ સમગ્ર ઘટનાને મામલે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો અનેક સઘળી હકીકત બહાર આવે તેમ છે.
ગતરોજ સાંજના સમયે દાહોદથી રતલામ તરફ જતી મેમુ ટ્રેનમાં દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ખાતે રહેતા કિન્નર આરોહી કુંવર દક્ષાકુંવર(ઉ.વ.૨૧) તથા દાહોદ તાલુકાના સીંગલ ફળિયા ખાતે રહેતા નયનાકુંવર કક્ષાકુંવર (ઉ.વ.૨૫) એમ બંન્ને જણા આ મેમુ ટ્રેનમાં બેસી રતલામ તરફ જઈ રહ્યા હતા તે સમયે રસ્તામાં અનાસ રેલ્વે સ્ટેશન ખાતે અકસ્માતે ચાલુ ટ્રેનમાંથી ઉપરોક્ત બંન્ને કિન્નરો પડી જતાં જે પૈકી આરોહી કુંવરનુ ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતુ જ્યારે નયના કુંવરને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેને ૧૦૮ મારફતે દાહોદની એક ખાનગી હોÂસ્પટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
આ સંબંધે દાહોદ રેલ્વે પોલીસ સ્ટેશનના ઓન ડ્યુટી માસ્તર દ્વારા દાહોદ પોલીસ મથકે જાણ કરતાં પોલીસે આ સંદર્ભે પ્રથમ તબક્કે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: