નાના કાળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ન્યાય મંદિર અને નર્સરી ની મુલાકાત લીધી..

રિપોર્ટર અજય સાસી

નાના કાળિયા પ્રાથમિક શાળાના બાળકોએ ન્યાય મંદિર અને નર્સરી ની મુલાકાત લીધી..

સંજેલી તાલુકામાં આવેલ ડોકી – નાના કાળિયા પ્રાથમિક શાળાના બાળકોએ 15-12-2022 ગુરુવારના રોજ ન્યાય મંદિર (કોર્ટ) સંજેલી અને ઇટાડી ખાતે આવેલ નર્સરી ની મુલાકાત લીધી હતી.
સંજેલી તાલુકામાં નાના કાળિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ ૫ થી ૮ બાળકો અને શિક્ષકો ગામમાં આવેલ જૂની સ્કૂલમાં ૯:૪૫ કલાકે ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી સંજેલી તાલુકામાં આવેલ ન્યાય મંદિર ખાતે મુલાકાત કરવામાં આવી.. ત્યાં કોર્ટનું કામ કાજ શરૂ થવાની તૈયારી હતી ત્યારે અંદર પ્રવેશવાની મંજૂરી મળતાં જ બાળકો અને શિક્ષકો સારી રીતે બેસી શકે તે માટે ખુરશીઓ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. દશ મિનિટ રાહ જોયા બાદ જજ સાહેબ આવ્યા અને તેમની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ત્યાં વકીલો, ક્લાર્ક, પોલીસ તેમજ પ્યુંન પોતપોતાની કામગીરી બજાવતા હતા. ગુનેગારો તેમજ ફરિયાદો ત્યાં ઉપસ્થિત હતા તો ત્યાં વારાફરતી કેસો ચલાવતા હતા. અંદાજે ૧:૩૦ કલાક સુધી રોકાઈને ન્યાય મંદિર માં જે કાર્ય થાય છે તેની જાણકારી મેળવી હતી. જજ સાહેબ દ્વારા બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યાંના વકીલ મિત્રો દ્વારા કોર્ટની મુખ્ય કામગીરી વિશેની જાણકારી આપી હતી. ત્યાંથી ઇટાડી ખાતે આવેલ નર્સરીની મુલાકાત લીધી હતી અને બાળકોને છોડવા જોયા હતા અને માહિતી મેળવી હતી અને ખરેખર બાળકો ખૂબ જ ખુશ દેખાતા હતા. આ એક દિવસીય મુલાકાતમાં શાળાના શિક્ષકો બામણીયા વરસિંગભાઈ એસ. ડાંગી મોરારભાઈ, પલાશ જગદીશભાઈ, ભાભોર વિનાયકભાઈ, ડામોર બિપીનભાઈ, દવે જયેશકુમાર, પટેલ નીલેશભાઈ તેમજ પટેલ રોહિતભાઈ એન. જોડાયા હતા.આ મુલાકાતથી મજા પડી હતી અને નવીન જ્ઞાનનો અનુભવ થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!