મહુધા ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ:
ખેડા જિલ્લાના મહુધા ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેલ ૨૦ થી વધારે અરજદારોના પ્રશ્નોનો જિલ્લા અધિક નિવાસી કલેકટર બી.એસ.પટેલે નિકાલ કરી તેઓને જવાબ તથા સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા. અરજદારોને પોતાના પ્રશ્નોનો હકારાત્મક નિકાલ મળતા તેમણે સરકાર અને અધિક નિવાસી કલેકટરનો આભાર વ્યરક્ત કર્યો હતો. ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન/સૂચનો આપવામાં આવ્યા. સાથોસાથ બી.એસ.પટેલ દ્વારા તાલુકાની અન્ય મહેસૂલી કામગીરીનો રીવ્યુ કર્યુ અને મહેસુલ વિભાગ સાથે સંકળાયેલ અધિકારીઓ અને કર્મચારીઓને યોગ્ય સુચના આપી હતી.