દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા સમિતીની મીટીંગમાં થયેલ તમામ પ્રકારના કર્મચારીઓના પડતર પ્રશ્નોના નિકાલ માટે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી હતી.
નીલ ડોડીયાર ગગન સોની
દાહોદ જિલ્લા શૈક્ષણિક સંકલન સમિતી દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને કરેલ લેખિત રજુઆતમાં જણાવ્યાં અનુસાર, જી.પી.એફ.ની સ્લીપો મળેલ નથી, સળંગ નોકરી કેમ્પનો આયોજન કરવું, પ્રવાસી પગારના બિલ કેમ્પ, કચેરીની પારદર્શિતા સામે પણ સવાલો ઉભા કરવામાં આવ્યાં હતાં. સી.પી.એફ. નંબર માટે ઘણા લાંબા સમયથી દરખાસ્ત મંગાવેલ હોવા છતાં હજુ સુધી સી.પી.એફ. નંબર ફાળવેલ નથી. દાહોદ જિલ્લામાં ૩૨૦ જેટલા કર્મચારીઓની નિમણુંક થયેલ છે ત્યારે દાહોદ જિલ્લામાં સી.પી.એફ.ની ફાઈલો પેન્ડીંગ છે હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યાં છે. ૩૦૦ રજા પગરા, ૧૦ ટકા જી.પી.એફ. સત્વરે ચુકવવા, ત્રણ વર્ષથી એકજ ટેબલ પર કામ કરતાં ક્લાર્કના ટેબલ ફેરફાર કરવા વિગેરે જેવા વિવિધ પડતર પ્રશ્નોની રજુઆત કરવામાં આવી હતી ત્યારે પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ધરણા જેવા કાર્યક્રમો યોજી ગાંધી ચિન્ધ્યા માર્ગે જવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.