ધાનપુર પો.સ્ટે.વિસ્તારમા નાકટી ગામે રહેણાંક મકાનમાથી કિ.રુ.૭૪,૭૭૬/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

રિપોટર – અજય સાસી

ધાનપુર પો.સ્ટે.વિસ્તારમા નાકટી ગામે રહેણાંક મકાનમાથી કિ.રુ.૭૪,૭૭૬/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

મે.નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ પંચમહાલ ગોધરા રેન્જ ગોધરા નાઓની સુચના હેઠળ મે.પોલીસ અધિક્ષકશ્રી બલરામ મીણા સાહેબ દાહોદ નાઓએ જિલ્લામા પ્રોહીની અસામાજીક પ્રવૃતીઓ ઉપર અંકુશ લાવી સદંતર નેસ્તનાબુદ કરવા સારુ લીસ્ટેડ પ્રોહી બુટલેગરો ઉપર તેમજ મધ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજયમાથી ગેરકાયદેસર દારૂની હેરાફેરી/પરીવહન કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેઓના આશ્રય સ્થાનો ઉપર રેઇડ કરી પરીણામલક્ષી કામગીરી કરવા સારુ જિલ્લા એલ.સી.બી.ટીમને જરૂરી સુચના અને માર્ગદર્શન કરેલ. જે અનુસંધાને એલ.સી.બી. સ્ટાફના માણસો પ્રોહીબિશનની પ્રવૃતિ આચરતા ઇસમો તેમજ પ્રોહી બુટલેગર ઉપર વોચ ગોઠવી માહિતી એકત્રિત કરવાની કામગીરીમા કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી., પોલીસ ઇન્સ્પેકટરશ્રી એમ.કે.ખાંટ નાઓની સુચના મુજબ આજરોજ એલ.સી.બી., પો.સ.ઇ.શ્રી આર.બી.ઝાલા તથા એલ.સી.બી. ટીમ ધાનપુર પો.સ્ટે.વિસ્તારમા પ્રોહી પેટ્રોલીંગમા નિકળેલ દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, સંજયભાઇ હિમતભાઇ બારીયા રહે.નાકટી નાએ પોતાના જ ગામના લક્ષ્મણભાઇ કોલાભાઇ જાતે.રાઠવાના મકાનમાં કેટલોક ભારતીય બનાવટનો ઈગ્લીસ દારુનો જથ્થો સંતાડી રાખી ચોરી છુપીથી વેચાણ કરે છે. જે હકિકત આધારે એલ.સી.બી.ની ટીમે વ્યુહાત્મક રીતે આયોજનબધ્ધ વોચ ગોઠવી રેઇડ કરી ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી ધાનપુર પો.સ્ટે.પ્રોહીબિશનનો ગુનો રજી.કરાવેલ. આરોપીનુ નામ:- લક્ષ્મણભાઇ કોલાભાઇ રાઠવા રહે. મુળ ચોર બારીયા નીશાળ ફળીયા હાલ રહે.નાકટી ટાંડીયા ફળીયા તા.ધાનપુર જી.દાહોદ કબ્જે કરેલ મુદ્દામાલ:- ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ- ૬૩૨ ની કિ.રૂ.૭૪,૭૭૬/- નો પ્રોહી મુદામાલ આમ, ધાનપુર પો.સ્ટે.વિસ્તારમા નાકટી ગામે રહેણાંક મકાનમાથી કિ.રુ.૭૪,૭૭૬/- ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢવામા દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: