કોરોનાના નવા વેરિયન્ટ સામે દાહોદ સુસજ્જ : સમીક્ષા બેઠક યોજાઇ

કોરોનાના નવા વેરિયન્ટ સામે દાહોદ સુસજ્જ : સમીક્ષા બેઠક યોજાઇ
દાહોદ, તા. ૨૨ : કોરોનાના નવા વેરિયન્ટ સામે દાહોદ જીલ્લો તમામ આરોગ્ય સુવિધાઓ સાથે સુસજ્જ છે. ત્યારે કલેક્ટર ડૉ હર્ષિત ગોસાવી અને જીલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીની ઉપસ્થિતીમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિ અંગે દાહોદ સેવા સદન ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી. કલેક્ટરશ્રીએ કોરોના સામેની સુરક્ષા માટે પ્રો-એક્ટિવ તૈયારીઓ કરવા તેમજ અગમચેતીના ભાગરૂપે તમામ વ્યવસ્થાઓથી સજ્જ થવા માટે આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓને સૂચના આપી હતી. જેમાં આઈ.એમ.એ. પ્રમુખશ્રી, ઝાયડસ હૉસ્પિટલ સબ ડીસ્ટ્રીકટ, CHC હૉસ્પિટલ ના અધિક્ષક શ્રી , અને તાલુકા હેલ્થ ઓફિસરને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા ખાસ સૂચના આપવામાં આવી હતી. કલેક્ટરશ્રીએ કોરોના સામે લોકોએ ગભરાયા વિના માસ્ક સહિતની સાવચેતીઓ અવશ્ય રાખવા જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: