PDC બેંકના રિટાયર્ડ કર્મચારીઓને 13 વર્ષ પછી પણ વ્યાજના નાણાં ચુકવ્યા નથી.

રિપોટર રમેશ પટેલ સિંગવડ

2009 માં રિટાયર્ડ થયેલા કર્મચારીઓના ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડ ની ચુકવણી કરી દેવામાં આવી પરંતુ કોર્ટના આદેશ મુજબ વ્યાજની ચુકવણી કરવામાં આવેલ નથી.

PDC બેંકમાં 32 વર્ષ નોકરી કરીને 2009માં રીટાયર્ડ થયેલા કર્મચારીઓ ને પ્રોવિડેન્ટ ફંટ ગ્રેજ્યુએટી અને વ્યાજના નાણા બેંક દ્વારાન ચૂકવતા આ કર્મચારીઓએ કોર્ટનો સહારો લેવો પડ્યો હતો 2011/12 માં આ કર્મચારીઓએ કોર્ટમાં કેસ દાખલ કરેલો જેનો નિર્ણય 2017માં આવેલ જેમાં કોર્ટ દ્વારા સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો કે આ કર્મચારીઓને પ્રોવિડન્ટ ફંડ ગ્રેજ્યુએટી ફંડ અને વ્યાજ સહિત નાણાં ચૂકવવાનો ઓર્ડર કોર્ટ દવારા હતો અને ઓર્ડર થયાના ચાર વીકમાં તમામ નાણાં ચૂકવવામાં આવે તેવો આદેશ કોર્ટ દવારા કરવામાં આવ્યો હતો .
કોર્ટના આદેશ મુજબ ગ્રેજ્યુએટી ફંડ પ્રોવિડન્ટ ફંડ ચૂકવી દેવામાં આવેલ છે પરંતુ કોર્ટના આ દેશમાં જણાવ્યા પ્રમાણે વ્યાજના નાણાં આજે 13 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી પણ આજ સુધી ચૂકવવામાં આવેલ નથી.
પીડીસી બેંકમાં રિટાયર કર્મચારીઓને અજીવિકા નું બીજું કોઈ સાધનન હોવાથી કર્મચારીઓ છેલ્લા 13 વર્ષથી પીડીસી બેંકની ઓફિસ અને કોર્ટના ધક્કા ખાય છે પીડીસી બેંકના કર્મચારીઓ કોર્ટના નિર્ણયને પણ અવગણના કરીને આ કર્મચારીઓના વ્યાજના નાણા આપતા નથી સામાન્ય જનતા અને લોકો જ્યારે ન્યાય ન મળે ત્યારે કોર્ટ પાસે જાય છે અને કોર્ટમાંથી આદેશ થાય છે પરંતુ અહીંયા કોર્ટના આદેશ બાદ પણ તેનો અમલ થતો નથી તો લોકો કોની પાસે અપેક્ષા રાખશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!