નડિયાદમાં જુગારના રવાડે ચડેલા પત્રને પિતાએ પૈસા ન આપતા મારી નાખવાની ધમકી આપી
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ
નડિયાદ શહેરના ખારાકુવા વિસ્તારમાં જુગારના રવાડે ચઢેલાદીકરાએ પિતા પાસે રૂ.૫ લાખનીમાંગણી કરી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડામાં પુત્રએ પિતાને જાનથી મારીનાખવાની ધમકી આપતા ચકચારમચી જવા પામી છે. આ બનાવ અંગેનડિયાદ ટાઉન પોલીસમાં પિતાએદીકરા સામે ફરિયાદ નોંધાવી છે.
નડિયાદ ખારાકુવા વિસ્તારમાં રહેતા અબ્દુલ રહીમ આદમભાઈ પૂજાના હાલ નિવૃત જીવન ગુજારી રહ્યા છે. તેમના ત્રણ સંતાન પૈકી મોટો દીકરો સોએબ મોહમ્મદ ઉર્ફે અઝહર જુગારના રવાડે ચડી ગયો છે. તે લોકો પાસેથી ઉછીના તેમજ વ્યાજે પૈસા લઈ જુગાર રમતો હતો અને દેવાદાર થઈ ગયો હતો.દેવાના પૈસા ચૂકવવા સોએબ મોહમ્મદ અવારનવાર પિતા પાસે જઈ પૈસા આપવાની માંગણી કરતો હતો. આદરમિયાનતા.૧૭ ડિસેમ્બરસોએબે પિતા પાસે રૂ.પ લાખનીમાંગણી કરી હતી. ત્યારે પિતાએપૈસા આપવાની ના પાડતા સોએબમોહમ્મદ ઉશ્કેરાઈ જઈ ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી બૂમાબૂમ થતાં આજુબાજુના લોકો દોડી આવતા સોએબ મોહમ્મદ પિતા અબ્દુલ રહીમને પૈસા નહીં આપે તો જાનથીમારીનાખવાનીતેમજ ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીનાસી ગયો હતો.આ બનાવ અંગેઅબ્દુલ રહીમ આદમભાઈ પૂજાનાનીફરિયાદ આધારે નડિયાદ ટાઉનપોલીસે સોહેબ મોહમ્મદ ઉર્ફે અઝહરસામે ગુનો નોંધી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.