સરકારી તંત્રમાં કેટલાંક કર્મચારીઓ દ્વારા આનન-ફાનમાં કરાતી કામગીરીને કારણે ઘણા છબરડા જાેવા મળતાં હોય છે ત્યારે હિંમતનગર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલા છબરડાથી દાહોદના પરિવારને વેઠવાનો વારો આવ્યો છે

દાહોદ તા.૨૨

સરકારી તંત્રમાં કેટલાંક કર્મચારીઓ દ્વારા આનન-ફાનમાં કરાતી કામગીરીને કારણે ઘણા છબરડા જાેવા મળતાં હોય છે ત્યારે હિંમતનગર ટ્રાફિક પોલીસ દ્વારા કરાયેલા છબરડાથી દાહોદના પરિવારને વેઠવાનો વારો આવ્યો છે તેમાં એક્ટિવા મોપેડની ખરીદીના પાંચ વર્ષ પહેલાં જ હિંમતનગરની ટ્રાફિક પોલીસે વાહનના નંબરના આધારે ૧૩૬૦૦ રૂપિયાનો મેમો બનાવી દેવાયાનું સામે આવ્યુ છે. દંડ બાકી હોવાથી આ મેમો ઓન લાઇન અપલોડ પણ થઇ ગયો હતો. એક્ટિવાના વેચાણ બાદ નામ ટ્રાન્સફરની પ્રક્રિયા વખતે આ બાબત સામે આવતાં આશ્ચર્ય ફેલાયુ છે. આ છબરડો દૂર કરવા માટે વાહન માલિકે હિંમતનગર આરટીઓને લેખિત રજૂઆત કરી પણ છે. આ ઘટના માનવિય ભુલ છે કે પછી ખોટી રીતે મેમો બનાવવાનું કોઇ કૌભાંડ તે તપાસનો વિષય બન્યો છે.

દાહોદ શહેરના દર્પણ સિનેમા રોડ ઉપર રહેતાં હિરચંદ ભાટે પત્ની અંકીતાબેનના નામે ૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ શોરૂમ ઉપરથી એક્ટિવા મોપેડની ખરીદી કરી હતી. આ મોપેડનું રજિસ્ટ્રેશન નંબર જીજે-૨૦-એએમ-૧૭૩૮ આવ્યો હતો. ત્રણ વર્ષ ચલાવ્યા બાદ આ એક્ટિવા મોપેડ નજીકનું હિરચંદભાઇએ નજીકના એક પરીચિતને વેચાણ કર્યુ હતું. ટીટી ફોર્મ ઉપર સહિ કરી આપ્યા બાદ મોપેડ વેચાણ આપ્યુ હતુ તે વ્યક્તિએ પોતાના નામે કરાવવાની પ્રોસેસ કરી હતી ત્યારે જીજે-૨૦-એએમ-૧૭૩૮ નંબરના એક્ટિવાના ચાલકે હિંમતનગરમાં ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૪ના રોજ સાંજના ૪.૨૩ વાગ્યે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોઇ તેના ૧૩૬૦૦ રૂપિયા બાકી હોવાનો મેમો અપલોડ થયેલો હોવાનું જણાયુ હતું. મેમોમાં વાહનના પ્રકારમાં પણ સ્કુટરનો જ ઉલ્લેખ છે. કદાચ ૨૦૧૪માં એએમ સીરીઝ પણ નહીં હોય ત્યારે ખરીદીના પાંચ વર્ષ પહેલાં ૨૦૧૪માં બનેલા મેમોની ઘટના દાહોદ આરટીઓના કર્મચારીઓમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો. દાહોદ આરટીઓ કચેરી તેમાં કંઇ થઇ શકે તેમ ન હતું. શોરૂમનો પણ સંપર્ક કરાતા ત્યાં પણ કોઇ મદદ મળી શકી ન હતી. વેચાણ આપ્યુ હતુ તેના નામે મોપેડ કરાવવું હોય તો દંડ ભરવાનો હિરચંદભાઇ પાસે એક માત્ર વિકલ્પ જ હતો જાેકે, ૨૦૧૪માં બનેલો મેમો શંકા ઉપજાવે તો વો હોવાથી હિરચંદભાઇએ હિંમતનગરના આરટીઓને મેમો રદ કરવાની લેખીત રજૂઆત કરી છે. આમાનવિય ભુલ કે કોઇ પણ વાહન નંબરના મેમો ચીતરીને ટાર્ગેટ પુરૂ કરવાનો કૌભાડ છે તે તપાસ બાદ જ સામે આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: