લીમખેડા તાલુકાના દાંતીયા ગામે અજાણ્યા ચોર ઈસમોએ બંધ મકાનોમાંથી કુલ રૂ.૫૯ હજારની મત્તાની ચોરી કરી ફરાર
દાહોદ તા.૧૧
લીમખેડા તાલુકાના દાંતીયા ગામે અજાણ્યા ત્રણેક જેટલા ચોરોએ બે થી ત્રણ મકાનોની નિશાન બનાવી તિજારીમાંથી સોના – ચાંદીના દાગીના, ઘરમાં બાંધેલ ઢોરો, ભેસ, ગાયો વિગેરે મળી કુલ રૂ.૫૯,૦૦૦ની ચોરી કરી નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
લીમખેડા તાલુકાના દાંતીયા ગામે ડામોર ફળિયામાં રહેતા બલુભાઈ મલુકાભાઈ ડામોર તથા તેમની પાસે રહેતા બીજા બે થી ત્રણ વ્યÂક્તઓના મકાનમાં ગત તા.૦૯.૧૧.૨૦૧૯ના રોજ તસ્કરો ત્રાટક્યા હતા. બલુભાઈ મલુકાભાઈ ડામોરના મકાનમાંથી તિજારી તોડી અંદર મુકી રાખેલ સોના – ચાંદીના દાગીના, તેમની બાજુમાં મકાનમાં બાંધી રાખેલ ઢોરો બળદો – ૨, ભેસ – ૨, ગાય – ૨, બકરા – ૨ એમ કુલ મળી ૫૯,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે બલુભાઈ મલુકાભાઈ ડામોરે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.