દાહોદ શહેરમાં ટ્રાફિકના નિયંત્રણ માટે દાહોદના નવા ધારાસભ્ય તેમજ કલેક્ટર, જિલ્લા પોલીસ વડા દ્વારા શહેરના બે સ્થળોની મુલાકાત કરવામાં.
નીલ ડોડીયાર
દાહોદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને ધ્યાને લઈ દાહોદના નવા ધારાસભ્ય અને તેઓની સાથે દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા દાહોદ શહેરમાં આવેલ બે જેટલા સ્થળોએ સ્થળ ચકાસણી કરવામાં આવી હતી અને દાહોદ શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાના નિરાકરણમાં માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દાહોદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની રહે છે જ્યાં જુઓ ત્યાં ટ્રાફિકની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. દાહોદ સહેરમાં કેટલાય સમયથી નગરજનો ટ્રાફિકની સમશ્યાથી ઝઝૂમી રહ્યાં છે જેના નિવારણ માટે આજરોજ દાહોદ શહેરના એવા બે વિસ્તારો છે એમાં રોડ બનાવવા માટે કેટલાય પ્રશ્નો ઉભા થાય છે જેમાં રામાનંદ પાર્કથી ઇન્દોર બાયપાસ માર્ગ અને બસ સ્ટેન્ડથી મુસ્લિમ સમાજના કબ્રસ્તાનથી ગોધરા રોડનો રસ્તો જેનું કામ કેટલાય સમયથી બંધ છે જ્યારે આ બંન્ને માર્ગો બની તૈયાર થશે ત્યારે કેટલીય હદે ટ્રાફિકની સમસ્યા હલ થશે એવુ માનવામાં આવી રહ્યું છે હાલ દાહોદ શહેરનો એકજ એવો માર્ગ છે જે સ્ટેશન રોડના નામે ઓળખાય છે. દાહોદ રેલ્વે સ્ટેશન અને દાહોદ બસ સ્ટેન્ડ જવાનો એકજ માર્ગ છે જેમાં સરકારી બસો હોય કે પ્રાયવેટ ભારી ભરકમ વાહનો સ્ટેશન રોડનો ઉપયોગ કરતા હોય છે અને અવાર નવાર લોકો અકસ્માતોનો ભોગ પણ બનતા હોય છે. અગાઉ પણ જિલ્લા કલેકટર વિજય ખરાડી દ્વારા પણ એમના કાર્યકારી દરમિયાન આ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી હાલ દાહોદ શહેરમાં દિન પ્રતિદિન વઘી રહી છે એ તમામ સમસ્યાને ધ્યાને રાખી દાહોદ જિલ્લા કલેકટર ડો હહિ્ષત ગોસાવી, દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા, નવા ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ તેમજ નગરપાલિકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વહેલી તકે દાહોદ શહેરમાં વધતી જતી ટ્રાફિકની સમશ્યા હલ કરવાની બાંહેધરી આપી હતી.




