મતારમા પત્તા-પાનાનુ જુગાર રમતા ૧૦ ઇસમો ઝડપાયા
નરેશ ગનવાણી બ્યુરો ચીફ નડિયાદ
નડિયાદ:
આગામી ૩૧મી ડીસેમ્બર તેમજ નાતાલના તહેવારને અનુલક્ષીને જીલ્લામાં પ્રોહી/જુગારની ડ્રાઇવનું આયોજન કરેલ જેથી ડ્રાઇવ દરમ્યાન કામગીરી કરવા પોલીસ માણસો માતર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન જીલ્લા એપેક્ષ હોટેલ પાસે આવતા સાથેના હેઙકો. વિનોદકુમાર તથા પો.કો. કેતનકુમાર નાઓને મળેલ સંયુક્ત બાતમી આધારે રતનપુર ગામ મુખી ફળીયામાં આવેલ બસીરમીયાં પીરસાહબમીયાં મલેક નાઓ પોતાના રહેઠાંણ મકાન આગળ ખુલ્લી જગ્યામાં બહાર થી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ જાહેરમાં પત્તા-પાનાનો પૈસા થી હાર-જીત નો જુગાર રમી રમાડે છે કરતા સ્થળ ઉપરથી ૧૦ ઇસમો મળી આવેલ જેઓની અંગ-જડતી માંથી મળી આવેલ રોકડા રૂ.૨૩,૦૪૦ તથા દાવ પરથી મળી આવેલ રોકડા રૂ.૪,૩૬૦મળી કુલ્લે રોકડા રૂ.૨૭,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિં.રૂ.૧૭,૦૦૦ના મળી કુલ્લ રૂ.૪૪,૪૦૦ ના જુગારના સાધનો સાથે મુદ્દામાલ મળેલ જે કાયદેસર કાર્યવાહી કરી માતર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવ્યા છે