જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદમાં જનવેદના કાર્યક્રમનું આયોજન કરાયું

દાહોદ તા.૧૩
જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદના ગાંધી ગાર્ડન મુકામે પ્રદેશ પ્રમુખ અમીત ચાવડાની અધ્યક્ષસ્થામાં જનવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ શહેરના રાજ માર્ગો પર રેલી યોજીને બપોરે પ્રાંત અધિકારીને આવેદન આપવામા આવ્યું હતુ. આ રેલીમાં તેમજ જનસભામાં મોટી સંખ્યામાં શહેર સહિત ગ્રામીણ વિસ્તારની મહિલા સહિત પુરૂષો ઉપÂસ્થત રહ્યા હતા. ઉપÂસ્થત આગેવાનોએ પોતાના ભાસણમાં મોદી સરકાર પર તેમની કામગીરી પર તેમજ અનેક મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. આ કાર્યક્રમમાં ઝાલોદના ધારાસભ્ય,દાહોદના ધારાસભ્ય,ગરબાડા ધારાસભ્ય વિગેરે મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહ્યા હતા.
રાજ્યની ભાજપ સરકારની કાર્યશૈલીથી નારાજ વિપક્ષ દ્વારા રાજ્ય સહિત દાહોદ શહેરમાં જનવેદના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ ગાંધી ગાર્ડન મુકામે પ્રદેશ પ્રમુખ અમીતસિંહ ચાવડા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી રાજીવ સાતવજીની આગેવાનીમાં જનવેદના કાર્યક્રમ આજે બપોરે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજીવ સાતવજીએ પોતાના ભાસણમાં જણાવ્યુ હતુ કે, બે વર્ષ પહેલા ગબ્બરસીંહ ટેક્ષ (જીએસટી ટેક્ષ) આવ્યો. આ જીએસટી ટેક્ષના કારણે લોકોના હાથમાં જે પૈસા બચ્યા હતા તે પૈસા પણ નીકળી ગયા.નોટબંધીથી લોકોને પરેશાન ઉઠાવી પડી.ભારતીય જનતા પાર્ટીવાળા નારાઓ ઘણા મોટા મોટા કરે છે પણ કામ કરતાં નથી. મોદી સરકાર દ્વારા ૧૫ – ૧૫ લાખની પ્રજાને લાલચ આપી પ્રજાને છેતર્યા છે વિગેરે અને મુદ્દે મોદી સરકારને ઘેરી હતી ત્યારે અમીતસિંહ ચાવડાએ પણ પોતાના મોદી સરકારને ઘેરી હતી. કાર્યક્રમ દરમ્યાન ગાંધીજીની પ્રતિમાને ફુલમાળા અર્પણ કર્યા બાદ રેલી સ્વરૂપે ગાંધી ગાર્ડનથી નીકળી સ્વામી વિવેકાનંદચોક પહોંચી સ્વામી વિવેકાનંદની ફુલમાળા અર્પણ કરી હતી ત્યાર બાદ ત્યાથી ભગીની સમાજ,યાદગાર ચૌક, નગરપાલિકાથી પડાવ મુકામે પહોંચીને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાને ફુલહાર કર્યા બાદ રેલીનું સમાપન કરવામાં કરવામાં આવ્યુ હતુ. અને આગેવાનોની અધ્યક્ષસ્તામાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: