નડિયાદ સંતરામ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ માં નાના ભૂલકાંઓ એ ગ્રીન થીમ ની ઉજવણી કરી
નરેશ ગનવાણી બ્યરોચિફ્ નડિયાદ
નડિયાદ સંતરામ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ માં નાના ભૂલકાંઓ એ ગ્રીન થીમ ની ઉજવણી કરી
શિયાળાની શરૂઆત ચાલુ થઈ ગઈ છે તારે એમ કહેવાય છે કે જમવાની ખરી મજા તો શિયાળામાં જ આવે કારણ કે દરેક શાકભાજી , દરેક ફ્રુટ શિયાળામાં આપણને પ્રાપ્ત થતા હોય છે. અને માટે જ દરેક શાકભાજીની ઓળખ અને દરેક ફ્રુટની ઓળખ બાળક સહેલાઈથી શીખી શકે તે હેતુસર શ્રી સંતરામ મંદિર સંચાલિત શ્રી સંતરામ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ( પ્રી. પ્રાઈમરી સેક્શન ) ના નાના નાના ભૂલકાઓએ ગ્રીન થીમ પર વર્ગખંડ ની અંદર અનોખું વાતાવરણ ઊભું કર્યું દરેક વિદ્યાર્થી ગ્રીન શાકભાજી અથવા તો ગ્રીન ફ્રૂટ નો વેશ ધારણ કરી ગ્રીન એટલે કે આંખોને ઠંડક આપતો કલર અને શિયાળામાં ગ્રીન ભાજી ખાવાની અનોખી મજા આ બાળકોએ સરળતા થી સમજાવી હતી . સમગ્ર સ્ટાફ પણ ગ્રીન કલરના કપડા પહેરી બાળકોની સાથે ગ્રીન વેજીટેબલ થીમ પર આનંદમાં સહભાગી થયો હતો . આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ મહંત શ્રી રામદાસજી મહારાજ , મંત્રી સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજે શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના આશીર્વાદ સૌ બાળકોને અને ખાસ તો તેઓને તૈયાર કરનાર તેઓના માતા પિતાને પાઠવ્યા હતા.