ફતેપુરા તાલુકાના સાગડાપાડાના એક ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાનની શંકાસ્પદ મોત થયેલ લાશ ગામમાંથી મળી આવતાં પરિવારજનોમાં ગમગીની સહિત ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી
દાહોદ તા.૨૪
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિન પ્રતિદિન કથળથી જાય તેમ લાગી રહ્યું છે અને એક અઘટિત ઘટનાના બનાવની શાહી જ્યાં સુકાતી નથી ત્યાં જ બીજાે બનાવ બની રહ્યો છે તેમાંયે ખાસ કરીને શંકાસ્પદ માનવ હત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યાં છે. આજરોજ ફતેપુરા તાલુકાના સાગડાપાડાના એક ૩૫ વર્ષીય આશાસ્પદ યુવાનની શંકાસ્પદ મોત થયેલ લાશ ગામમાંથી મળી આવતાં પરિવારજનોમાં ગમગીની સહિત ગ્રામજનોમાં ચકચાર મચી જવા પામી છે.
ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામના ખુંટા ફળિયામાં રહેતાં પંકજભાઈ છગનભાઈ ચરપોટ (ઉ.વ. ૩૫) ખેતીવાડી તથા સુખસર પોલીસ સ્ટેશનમાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતાં હતા જેઓ ગતરોજ સાંજના ૦૬ વાગ્યાના આસપાસ ઘરના સભ્યોને જણાવેલ કે, ગામમાં દુકાને પાન, મસાલો લેવા જઉ છું, તેમ કહી ઘરેથી નીકળ્યાં બાદ મોડે સુધી પરત ઘરે નહીં આવતાં પરિવારજનોએ પંકજભાઈની ગામમાં શોધખોળ હાથ ધરી હતી ત્યારે વહેલી સવારના સમયે પણ તપાસ ચાલુ હતી ત્યારે પંકજભાઈના ઘરની ૨૦૦ મીટર દુર પંકજભાઈની લાશ મળી આવી હતી અને પંકજભાઈના મોઢા, કાન, નાક અને ગુદાના ભાગે લોહી નીકળતી હાલતમાં લાશ મળી આવતાં પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ ગ્રામજનોમાં છતાં ઘટના સ્થળે ગ્રામજનો ઉમટી પડ્યાં હતાં. ઘટના સંદર્ભે સ્થાનીક પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પંકજભાઈના મૃતદેહનો કબજાે લઈ નજીકના દવાખાને પીએમ અર્થે રવાના કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ સંબંધે મૃતકના પરિવારજને સુખસર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


