દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં શાળાના બાળકો જીવના જાેખમે વાહનોમાં ઢસોઢશ મજબુરી વસ ભરાઈ શાળાએ જવા મજબુર બન્યાં છે.
રિપોટર – શબ્બીરભાઈ સુનેલવાલા
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં શાળાના બાળકો જીવના જાેખમે વાહનોમાં ઢસોઢશ મજબુરી વસ ભરાઈ શાળાએ જવા મજબુર બન્યાં છે. ફતેપુરા તાલુકામાં પરિવહનના અભાવે શાળાના બાળકોને શાળાએ જવા માટે છકડા જેવા સાધનોમાં લટકાઈને જવા મજબુર બન્યા છે ત્યારે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા તંત્ર દ્વારા ફતેપુરા તાલુકામાં પરિવહન માટે વાહનોની વ્યવસ્થા કરાવવામાં આવે તેવી લાગણી અને માંગણી લોકોમાં ઉઠવા પામી છે.
ભારતના ભવિષ્ય માટે બાળકનો ભવિષ્ય અત્યંત મહત્વપુર્ણ છે અને તેમાંય બાળકોના શિક્ષણ ઉપર સરકાર ખાસ ભારણ મુકી રહી છે ત્યારે વાત કરીએ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની તો ફતેપુરા તાલુકામાં પરિવહનના અભાવે બાળકો રેકડા, છકડા, રીક્ષા જેવા વાહનોમાં મુસાફરોની વચ્ચે ઠસોઠસ ભરાઈ સમયસર શાળાએ જવા મજબુર બની રહ્યાં છે. એક વાહનમાં અંદાજે ૫૦ થી વધુ બાળકો ભરીને પસાર થતાં આવા વાહન ચાલકો દ્વારા સમયસર બાળકોને શાળાએ પહોંચાડવામાં મદદ કરી રહ્યાં છે. ઢસોઢસ ભરી જતાં આવા વાહન ચાલકો બાળકોને શાળાએ મુકવા જતાં કોઈ દિવસ કોઈ જાનહાની થવાની શક્યતાઓ પણ લોકો વ્યક્ત કરી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી ફતેપુરા તાલુકામાં બાળકો શાળાએ જઈ શકે તે માટે પરિવહનની વ્યવસ્થા ઉભી કરે તેવી બાળકોના વાલીઓ સહિત તાલુકાના લોકોમાં માંગ ઉઠવા પામી છે. હાલ બાળકો આવા વાહનોમાં જીવના જાેખમે બેસી શાળાએ જવા મજબુર બન્યાં છે.


