દાહોદ શહેરમાં આવેલ દેસાઈવાડા વિસ્તાર ખાતે હિન્દુની વસ્તી વચ્ચે અન્ય જાતિના લોકોની વસવાટ વધી જતાં આ વિસ્તારના હિન્દુ સમાજના લોકો દ્વારા આ મામલે વિરોધ નોંધાંવી આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે.

દાહોદ શહેરમાં આવેલ દેસાઈવાડા વિસ્તાર ખાતે હિન્દુની વસ્તી વચ્ચે અન્ય જાતિના લોકોની વસવાટ વધી જતાં આ વિસ્તારના હિન્દુ સમાજના લોકો દ્વારા આ મામલે વિરોધ નોંધાંવી આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલ છે.

દાહોદ શહેરના દેસાઈવાડા ખાતે છેલ્લા ફળિયામાં રહેતાં કેટલાંક અરજદારો સુનીલ એ. પરમાર, પવનકુમાર વી. સોલંકી, અરવિંદ સોલીયા, શૈલેષ ચૌહાણ અને વિજયભાઈ કરાડ સહિત અન્ય હિન્દુ સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ઉષાબેન રાકેશભાઈ શંકાયા (રહે. દેસાઈવાડા, છેલ્લા ફળિયા, દાહોદ, તા.જિ.દાહોદ) નાઓ વર્ષાેથી આ વિસ્તારમાં રહેતાં હતાં અને તેઓની મિલ્કત યાસ્મીનબાનુ ઈકરામભાઈ અરબને વેચાણ કરી આપેલ હતી ત્યારે ગત તા.૧૯.૧૨.૨૦૨૨ના રોજ યાસ્મીનબાનુ સહિત તેમના પરિવારજનો આ મિલ્કતમાં ધાર્મિક વિધી કરવા આવતાં ઉપરોક્ત લોકોને આ મામલાની જાણ થઈ હતી અને આ મામલે ઉષાબેન તથા તેમના પરિવારજનોને પુછતાં તેઓએ ઝઘડો, તકરાર કર્યાે હતો અને તમારાથી જે થાય તે કરી લો, તેવી ધાકધમકી પણ આપતાં હતાં ત્યારે આ વિસ્તારમાં હિન્દુ સમાજના લોકો દ્વારા ગણેશજીની સ્થાપના, નવરાત્રી જેવા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે જેને પગલે સુલેહ, શાંતિનો ભંગ થાય તેવી પરિસ્થિતી પણ સર્જાઈ શકે છે જેને પગલે આ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરવામાં આવે તેવી આ વિસ્તારમાં રહેતાં હિન્દુ સમાજના લોકો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: