ગરબાડા તાલુકાના નીમચ ગામે બે યુવકો સામે ચોર લુંટારૂઓનો આક્ષેપ મુકી માર મારવામાં આવ્યો
દાહોદ તા.૧૩
ગરબાડા તાલુકાના નીમચ ગામે દોડવાની પ્રેક્ટીસ કરી રહેલા બે
આભાર – નિહારીકા રવિયા યુવકોને એક ફોર વ્હીલરમાં સવાર થઈ આવેલા ચાર જેટલા ઈસમોએ બે યુવકો સામે ચોર લુંટારૂઓ હોવાના આક્ષેપો કરી ગાડીમાં લઈ આવી બેફામ ગાળો બોલી રસ્તામાં ગાડી રોકી લાતો તેમજ મુક્કા વડે માર મારી ઈજાઓ પહોંચાડ્યાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના નીમચ ગામે ઉચવાસ ફળિયામાં રહેતા નવીનભાઈ ખુમજીભાઈ અમલીયાર (ઉ.વ.૧૭) અને વિક્રમભાઈ ફતેસીંગભાઈ અમલીયાર (ઉ.વ.૧૮) બંન્ને ગત તા.૧૨.૧૧.૨૦૧૯ના રોજ નીમચ ગામે ઢાળ ઉપર દોડવાની પ્રેક્ટીસ કરી રહ્યા હતા તે સમયે ઝાલોદ તાલુકાના ટાઢાગોળા ગામે રહેતા હિમાભાઈ ખેતીયાભાઈ, રીવનભાઈ દલાભાઈ, રમણભાઈ માનસીંગભાઈ તથા ભવનભાઈ વીનુભાઈ ચારેય જાતે ગણાવાનાઓ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ ઉપરોક્ત બંન્ને યુવકો પાસે આવ્યા હતા અને બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમો ચોર લુંટારૂઓ છો અને રોડ પર લુંટફાડ કરવા ઉભેલ છો, તમને જીવતા છોડવાના નથી, તેમ કહી ઉપરોક્ત ચારેય જણાએ નવીનભાઈ અને વિક્રમભાઈને લાતો, મુક્કા મારી શરીરે ઈજા પહોંચાડી એકે વિક્રમભાઈને કાન ઉપર બચકુ ભરી ઈજા પહોંચાડતા આ સંબંધે ગરબાડા ચાલુકાના નીમચ ગામે ઉચવાસ ફળિયામાં રહેતા પ્રેમાભાઈ ખુમજીભાઈ અમલીયારે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.