દાહોદ શહેરમાં હાલ તારીખ ૨૨મી થી તારીખ ૨૫ ડિસેમ્બર સુધી દાહોદ શહેરમાં આવેલ અર્બન ક્રિડાંગણ, સર્વાેદયદ્વારા, સોસાયટી સંકુલ, ખાતે ચાર દિવસીય આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે
દાહોદ શહેરમાં હાલ તારીખ ૨૨મી થી તારીખ ૨૫ ડિસેમ્બર સુધી દાહોદ શહેરમાં આવેલ અર્બન ક્રિડાંગણ, સર્વાેદયદ્વારા, સોસાયટી સંકુલ, ખાતે ચાર દિવસીય આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે ત્યારે આ આનંદ મેળામાં હજ્જારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે અને તેમાંય હાલ જ્યારે કોરોનાના કેસો અન્ય દેશમાં વધારો થઈ રહ્યો છે જેને ધ્યાનમાં રાખી ભારત દેશ અને ગુજરાત રાજ્ય દ્વારા પણ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે ત્યારે દાહોદ શહેરમાં યોજાતો આ આનંદ મેળામાં હજ્જારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે જેના કારણે આવનાર દિવસોમાં દાહોદ શહેરમાં કોરોનાના કેસોનો રાફડો ફાટશે તેવી ચર્ચાઓ લોક માનસમાં વહેતી થવા પામી છે. આ આનંદ મેળામાં લોકો સોશિયલ ડિસ્ટન્સ, ફરજીયાત માસ્ક જેવી કોરોનાની ગાઈડ લાઈનનું છડેચોક ઉલ્લંઘન થઈ રહ્યું છે ત્યારે આ આનંદ મેળાના આયોજનથી પણ અનેક સવાલો ઉભા થવા પામ્યાં છે.
દર વર્ષે દાહોદ શહેરમાં દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા શહેરના અર્બન ક્રિડાંગણ, સર્વાેદયદ્વારા, સોસાયટી સંકુલ, સ્ટેશન રોડ ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કોરોનાકાળના છેલ્લા બે વર્ષાે દરમ્યાન આ આનંદ મેળો મોકુફ રાખવામાં આવ્યો હતો ત્યારે ચાલુ વર્ષે આ આનંદ મેળોનું આયોજન કરવામાં આવેલ છે. આ આનંદ મેળો તારીખ હાલ ૨૨મી ડિસેમ્બરથી તારીખ ૨૫મી ડિસેમ્બર સુધી ચાલનાર છે ત્યારે આ ચાર દિવસમાં આ આનંદ મેળામાં હજ્જારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. આનંદ મેળામાં આવતાં લોકો માસ્ક પણ નથી રહેરતાં, સોશિયલ ડિસ્ટન્સ પણ નથી જાણવતા ત્યારે આ આનંદ મેળો આવનાર દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધારશે તેવી ચર્ચાઓએ પણ ભારે જાેર પકડ્યું છે. હાલ ગુજરાતમાં કોરોના કેસો જાેવા મળ્યાં છે ત્યારે રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સામે અગમચેતીના ભાગરૂપે આયોજન પણ કરી દીધું છે અને લોકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી રહી છે ત્યારે દાહોદ શહેરમાં યોજાતા આ આનંદ મેળામાં છડેચોક કોરોના ગાઈડલાઈનના ધજાગરા જાેવા મળી રહ્યાં છે. આવનાર દિવસોમાં આ આનંદ મેળો કોરોનાના કેસોમાં વધારો કરે તો નવાઈ પામવા જેવુ નહીં રહે. આનંદ મેળાના પ્રારંભ સાથે લોકો મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતાં. અહીં સવાલ એ ઉભો થાય છે કે, આનંદ મેળા માટે પરમીશન લેવામાં આવી હશે કે કે કેમ ? સામાન્ય રીતે કોઈ લગ્ન પ્રસંગ હોય કે કોઈ કોઈ અન્ય પ્રસંગ ઉજવવા માટે સ્થાનીક વહીવટી તંત્રથી લઈ પોલીસ તંત્રની પરવાનગી લેવી પડતી હોય છે અને તેમાંય ખાસ કરીને પ્રસંગોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે ત્યારે આ આનંદ મેળાને જાેતા એમજ લાગી રહ્યું છે કે, મેળામાં લોકો હકડેઠેઠ ઉમટી પડ્યાં છે અને ન તો ગાઈડલાઈનનું પાલન થતું જાેવા મળી રહ્યું છે.