દાહોદ તાલુકાના ડુંગરા ગામે આઠ જેટલા ઈસમોએ ધિંગાણું મચાવી બે મહિલા સહિત પાંચને માર માર્યાે
દાહોદ તા.૧૩
દાહોદ તાલુકાના ડુંગરા ગામે આઠ જેટલા ઈસમોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે પોતાની સાથે લાકડીઓ,ડાંગો જેવા મારક હથિયારો સાથે ઘસી આવી બે મહિલા સહિત પાંચ જણાને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ધિંગાણુ મચાવ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના ડુંગરા ગામે મહુડી ફળિયા ખાતે રહેતા તેરસીંગભાઈ જેતાભાઈ, મનુભાઈ મડીયાભાઈ, નીલેશ ઉર્ફે સંજયભાઈ જશુભાઈ, ચિરાગભાઈ મનુભાઈ, ચિમનભાઈ સમસુભાઈ, અરવિંદભાઈ મધુભાઈ, અલ્કેશભાઈ મધુભાઈ તથા જશુભાઈ માસીંગભાઈ આઠેય જાતે બારીયાનાઓએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે ગત તા.૧૧.૧૨.૨૦૧૯ના રોજ હાથમાં લાકડીઓ તથા ડાંગ લઈ આવી તે સમયે પોતાના જ ફળિયામાં રહેતા સવલીબેન પીથાભાઈ બારીયા તથા તેમના પરિવારજનો સાથે પોતપોતાના ખેતરમાં મશીન ચાલુ કરી પાણી વાળવા ગયા હતા તે સમયે ઉપરોક્ત આઠેય જણા ત્યા આવી બેફામ ગાળો બોલી સવલીબેન, સીતાબેન, પીથાભાઈ, મહેશભાઈ તથા મહેન્દ્રભાઈને લાકડી તથા ડાંગ વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સવલીબેન પીથાભાઈ બારીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.